મારા બીજા બ્લોગ્સ જોવા માટે (હસમુખ ગઢવી )નામની ઉપર ક્લિક કરો

આપનો અભિપ્રાય મને કોમેન્ટ બોક્ષ માં આપજો જય માતાજી

HASMUKH B GADHAVI AHMEDABAD ( GUJARAT)

JASHODANAGAR 9158880792

Thursday 14 June 2012

શું તમે જાણો છો કે કઈ કથા મહાભારતના ક્યા પર્વમાં આવે છે?

jay shree krishna

jay yogeshwar bhagawan



મહાભારત ભારતનો ન માત્ર મહાન ધાર્મિક ગ્રંથ છે પણ તે વિશ્વનું મહાન કાવ્ય છે. તેની રચના પાછળની કેટલીક રહસ્યમય વાતો છે તે જાણીએ..

- મહાભારત ખરેખર તો વેદવ્યાસે પહેલા 1 લાખ શ્લોકનો રચેલો ‘ભારત’નામનો ગ્રંથ છે. પણ પછી તેને સુર્યવંશ અને ચંદ્રવંશની આગળની કથા કરી 24 હજાર શ્લોક ઉમેર્યા હતા.

- આ પછી આ કથા તેના શિષ્યોમાં કંઠોપકંઠ પરંપરાથી નિર્માણ થતું રહ્યું. વ્યાસના ચાર શિષ્ય વૈશંપાયન, સૂત, જૈમિની અને પૈલે આ કથામાં આગળની કથા અને તેનું ભાષ્ય ઉમેરાતા.

- આ કથા પછી કંઠોપકંઠ પરંપરામાં મહાભારત આગળ વધતું ગયું. આખરે આજે આપણને દોઠેક લાખ શ્લોક પ્રાપ્ત થાય છે. જે પ્રકાશન ભેદે અલગ-અલગ હોઈ શકે છે.

- આપણને મહાભારત ઈ.સ. પૂર્વે 1200-300માં આધુનિક લિખિત અવસ્થામાં પ્રાપ્ત થયું



.શું તમે જાણો છો મહાભારતના કેટલા પર્વ છે અને તે બધા પર્વના શું નામ છે? જો ન જાણતા હોય તો ભારતીય હોવાને નાતે આપણને આટલી ખબર તો હોવી જ જોઈએ. અને તે દરેક પર્વનું સંક્ષેપ વિષયવસ્તુ પણ અમે જણાવ્યું છે. જે આપના જ્ઞાનમાં અપ્રતિમ વધારો કરશે. અને આ વાંચવાથી તમારામાં કોઈપણ ક્ષેત્રમાં વિજય મેળવવાનો ઉત્સાહ આવશે. (કઈ રીતે લખ્યું ગણેશજીએ મહાભારત જાણવા જુઓ રિલેટેડ).


પહેલું -આદિપર્વ છે જેમાં પરિચય અને કૌરવ અને પાંડવોની બાળ લીલાનું વર્ણન છે.

બીજું -સભાપર્વ છે. જેમાં કૌરવોનો દરબાર ભરાયેલ છે, શિશુપાલ વધ, ઈન્દ્ર પ્રસ્થનું નિર્માણ થાય છે, રાજસૂય યજ્ઞ અને પાંડવોના વન ગમનની વાત પણ અહીં થયેલી છે.

ત્રીજું -આરણ્યક પર્વ છે. જેમાં પાંડવોના વનમાં 12 વર્ષનું જીવન અને અર્જુનના તપથી શસ્ત્રો મેળવવા.

ચોથું -વિરાટ પર્વ છે. જેમાં રાજા વિરાટને ત્યાં પાંડવોનો અજ્ઞાત વાસ આલેખવામાં આવેલ છે. અર્જુને વ્યંઢળના રૂપમાં કૌરવો સામે લડે છે. ઉત્તરા અને અભિમન્યુના લગ્ન અને કિચક વધ લખાયેલો છે.

પાંચમું -ઉદ્યોગ પર્વ મહત્વનું પર્વ છે. તેમાં સેનાની રચના છે અને યુદ્ધની તૈયારી આલેખાયેલી છે.

છઠ્ઠું -ભિષ્મપર્વના નામે છે. મહાભારતના યુદ્ધના પહેલા દિવસની શરૂઆત, ભિષ્મ સેના પતિ છે અને તેથી કર્ણ નથી. ભિષ્મની વેદના અને તેની બુદ્ધિનો પ્રભાવ, કૃષ્ણની પ્રતિજ્ઞા તોડાવે છે. આ પર્વમાં જોવા મળે છે. ભિષ્મનું મૃત્યુ અને બાણ સૈયૈ સુધીનો ભાગ છે.

સાતમું -દ્રોણ પર્વ છે. તેમાં દ્રોણ સેના પતિ બની અને ચક્રવ્યૂહની રચના કરે છે. અભિમન્યુ, જયદ્રથ, દ્રોણ, વગેરે મહારથીનું મૃત્યુ થાય છે.

આઠમું -કર્ણપર્વ આ પર્વમાં યુદ્ધ શરૂ છે. કર્ણ સેનાપતિ બને છે. અને કર્ણ કૃષ્ણ સંવાદ ને કર્ણપાસેથી દાનમાં કવચકુંડળ લેવાય છે. અને પરસુરામના શ્રાપથી કર્ણનું મૃત્યુ થાય છે.

નવમું -શલ્ય પર્વ છે. યુદ્ધનો અંતિમ ભાગ છે. તેમાં ગદાયુદ્ધ કઈ રીતે થાય છે. તેનું શું શાસ્ત્ર છે તે વિસ્તારથી વર્ણવ્યું છે. શલ્ય તેનો સેનાપતિ છે.

દશમું -સૌપ્તિક પર્વ છે. જેમાં અશ્વસ્થામા પાંડવોના પાંચેય છોકરાઓને હણીનાખે છે. તેમાં અશ્વસ્થામાનો ઈતિહાસ વર્ણવી યુદ્ધની રાજનીતિ વર્ણવી છે. અને દ્રોપદી કૃષ્ણ સંવાદ પણ છે. દુર્યોધનને ગાંધારી પ્રથમ વખત જોઈ અને તેનું શરીર વજ્રનું કરે છે છત્તા કૃષ્ણ ભિમ સાથે યુદ્ધ કરાવડાવી અંતિમ યોદ્ધાનું મૃત્યુ થાય છે.

અગીયારમું -સ્ત્રીપર્વ છે. ગાંધારી, દ્રોપદી, કુન્તા અને ઉત્તરા રણમેદાન જોવા નીકળે છે. અને કરોડો સૈનિકોની સ્ત્રીઓનો વિલાપ હૃદય વિદારક છે. ગાંધારીનો વિલાપ હચમચાલવનારો છે. મુખ્ય ચારેય સ્ત્રીઓએ દિકરા ગુમાવ્ય છે તે પર ચર્ચા છે. ઉત્તરાના ગર્ભમાં અંતિમ ગાદિ વારસદાર પરિક્ષિત પલપી રહ્યો છે. તેની કૃષ્ણએ કરેલી રક્ષાની વાત આ પર્વમાં છે.

બારમું -શાંતિ પર્વ છે. તેમાં યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થાય છે. ભિષ્મ યુધિષ્ઠિરને રાજ્યકારભારની નીતિ કહે છે.

તેરમું - અનુશાસનપર્વ છે. જેમાં લાઈફ, રાજ્ય, કૃષિ, ઉદ્યોગ, ઘર, સંસાર, સ્ત્રી, પુરુષ વગેરે માટેનું મેનેજમેન્ટ ભિષ્મ દ્વારા કહેવાયું છે. અને સંક્રાન્તિના દિવસે તેનું મહાગમન થાય છે.

ચૌદમું –અશ્વમેઘિક પર્વ છે. પાંડવો રાજ લઈને દશે દિશામાં દિગ્વિજય માટે અશ્વમેઘયજ્ઞ કરે છે. તેમાં તે સમયની ભવ્યતાનું આલેખન છે.

પંદરમું -આશ્રમવાસિક પર્વ છે. જેમાં ધૃતરાષ્ટ્ર, ગાંધારી, કુન્તાનું વનમાં ચાલ્યા જાય છે. કૃષ્ણ દ્વારકા ચાલ્યા આવે છે. ત્યા પોતાની દ્વારકાનું અદ્ભૂત નિર્માણ છે.

સોળમું –મૌસૂલપર્વ છે. કૃષ્ણના દિકરાને દુર્વાસાનો શ્રાપ અને મૂસળ બની જવું. આ મૂસળથી યાદવોની પરસ્પર લડાઈ અને બળદેવજીનું મહાગમન.

સત્તરમું –મહાપ્રસ્થાન પર્વ છે. જેમાં કૃષ્ણનું મહાપ્રસ્થાન છે વિદુર અને ઉદ્ધવના કહેવાથી પાંડવોનું હિમાલય ગાળવા જવું.

અઢારમું –સ્વર્ગારોહણ પર્વ છે. જેમાં પાંડવોનું સ્વર્ગમાં જવું અને સ્વર્ગ વર્ણન તથા કળીકાળનું વર્ણન.

આ રીતે મહાભારત અઢાર પર્વમાં રચાયેલું છે. જે વિશ્વના મહાન એપિક-મહાકાવ્યોમાનું મહાનતમ મહાકાવ્ય છે.(મહાભારતની રચના કોણે-કોણે કરી જાણવા જુઓ રિલેટેડ) જેના માટે એમ કહેવાય છે કે- ‘યન્ન ભારતે તન્ન ભારતે’ અર્થાત્ જે મહાભારતમાં નથી તે ક્યાંય નથી. કોઈ વિષય અહીં આવ્યો હોય તેવો નથી. એક સમયનું ઈન્સઈક્લોપિડીયાકહેવાય છે.

2 comments: