મારા બીજા બ્લોગ્સ જોવા માટે (હસમુખ ગઢવી )નામની ઉપર ક્લિક કરો

આપનો અભિપ્રાય મને કોમેન્ટ બોક્ષ માં આપજો જય માતાજી

HASMUKH B GADHAVI AHMEDABAD ( GUJARAT)

JASHODANAGAR 9158880792

Thursday 28 June 2012

જીદંગી ની મઝા

વ્યક્તિનો પરિચય હમેશાં એના વિચારોથી જ મળે છે.વિચારો પ્રમાણે એનું ચારિત્ર બને છે. અને એટલે જ કેહવાયછે કે હલકા વિચારો એને પતન તરફ જ લઈ જાય છે, તથા ઉચ્ચ વિચારો હમેશાં સફળતાના શિખરે લઈ જાય છે.

મે જોયું છે ઘણા લોકો એવું માનતા હોય છે કે માણસનો પ્રભાવ સારા કપડાં પહેરવાથી વધે છે, પણ આ કંઈક અંશે જ સાચું પડે છે. કારણકે માણસનું વ્યક્તિત્વ એના વિચારોથી બને છે, કપડાં કે ટાપટીપથી નહી. શું આપણે કોઈ દિવસ વિચાર્યું છે કે આપણા મનમાં જે વિચારો આવે છે, તથા જે મહત્વકાંક્ષાઓ જન્મ લે છે શું એ બધું વ્યર્થ છે? એનું કોઈ મહત્વજ નથી? ના પણ હું માનું છું આ ભાવનાઓ , આ વિચારો, આ મહત્વકાંક્ષાઓ જ જીવન આપનાર છે. આપણે સાચા મનથી , અંતઃકરણથી જે ચીજની માગણી કરીએ છીએ, જે વસ્તુની પ્રાપ્તિની અભિલાષા કરીએ છીએ એ આપણને અવશ્ય મળે જ છે. કારણકે જ્યારે આપણે કોઈ વસ્તુને પ્રાપ્ત કરવાની આશા કરીએ છીએ ત્યારે આપણો એ વસ્તું સાથે એક સંબંધ બંધાઈ જાય છે. ઘણીવાર બને છે કે એ વસ્તું આપણને નથી મળતી કારણ કદાચ આપણા વિચારો મજબૂત નથી એ વસ્તું મેળવવા માટે. જો આપણે ઈચ્છીએ કે આપણા મોઢાં પર સદા તેજ રહે તો આપણે આપણા મનમાં -આત્માં માં સૌન્દર્યના ઝરણાને વહેતું કરવું પડશે. એટલેજ કેહવાય છે કે આપણે જે બનવા ઈચ્છીએ છે તેનો આદર્શ સદા આપણી પાસે રાખવાથી આપણને આપણું લક્ષ્ય હમેશાં યાદ આવશે, અને આપણા પ્રયત્નો એ દીશામાં આગળ વધશે. એક વાત બધા જાણે છે કે આશા જનક વિચારોમાં કેટલી શક્તિ છૂપાયેલી હોય છે.આપણે કોઈ પણ કામ વિચારોને હમેશાં આશાવાદી રાખી કરીએ તો આપણન સફળતા અવશ્ય મળે જ છે અને તેથી આપણો કામ કરવાનો ઉત્સાહ વધે છે. એક વખત જો આપણને આમ આશાવાદી વિચારો કરવાની આદત પડી જશે તો નિરાશા પરેશાન નહી કરે. મોટાભાગના લોકો વિચારે છે કે સંસારમાં આગળ વધવા માટે ધનની આવશ્યકતા છે, એ વાત સાચી પણ એની સાથે એ પણ જરૂરી છે કે આપણે મન, વચન અને કર્મથી પ્રયત્ન કરવો જ પડે તોજ આપણું ભવિષ્ય ઉજ્જળ બનશે અને આપણે સુખી થઈ શકીશું. સંસારમાં આપણે એવા લોકોને પણ જોઈએ છીએ કે જેઓ પોતાની ઈચ્છાઓને સાકાર કરવાને બદલે એના તરફ ધ્યાન નથી આપતા. તેઓ એ નથી જાણતાકે પોતાની ઈચ્છાઓને પરીપૂર્ણ કરવા નિરંતર પ્રયત્ન કરતા રેહવાથી આપણી ઈચ્છાઓ ફળતી દેખાશે.અને માત્ર ઈચ્છાઓ રાખવાથી નથી ચાલતું એ માટે સતત પ્રયત્નશીલ રહેવું પડે છે, જો આપણે પરિશ્રમ નહી કરીએ તો આપણી આકાંક્ષાઓ પાણીના પરપોટા જેવી બની જશે. આપણી આકાંક્ષાઓ, અભિલાષા અને દ્રઢ નિર્ણય સાથે મળી કાર્ય કરે તો ચોક્કસ આપણી શક્તિ અનેક ગણી વધી જશે અને સફળતા સામેથી આવશે. આપણા આદર્શો જ આપણા જીવનમાં વાસ્તવિકતાઓ ભરે છે, જેવો આપણો આદર્શ હશે એવું જ પ્રતિબિંબ આપણા ચેહરા પર ઝળકે છે. માટે જ આપણા વિચારો ઉચ્ચ હોય એ જરૂરી છે , અને પોતાના પર વિશ્વાસ રાખવો જોઈએ કે આપણાથી કોઈ ખરાબ કાર્ય નહી થાય. જે લક્ષ્ય પર આપણે અતૂટ વિશ્વાસ રાખીએ એ ચોક્કસ આપણને મળે જ છે, એ પ્રાણવાન શક્તિનો નિયમ છે.ઘણા વિચારે છે આવા વિચારોથી કશું મળતું નથી, પણ એમનો વિચાર સાચો નથી . કહેવાનો અર્થ એ છે કે કોઈપણ કાર્યનો આરંભ દઢ ઈચ્છાઓ સાથે કરીએ તો પૂર્ણ સફળતા પ્રાપ્ત થશે. જેમકે કોઈ કલાકાર કે કુશળ કારીગર જ્યારે કોઈ સુંદર અને ઉપયોગી ચીજ બનાવે છે ત્યારે એનું ભવ્ય ચિત્ર એના મનમાં દોરાય છે, આજ રીતે આપણે આપણી અભિલાષાઓને પ્રથમ મનમાં ચિત્રિત કરીએ છીએ પછીજ એને કાર્યરૂપમાં પરિણત કરીએ છીએ. રાત્રે સૂતી વખત આપણે આપણા આદર્શો પર થોડો વખત વિચાર કરવો જોઇએ અને આપણી કલ્પનાઓમાં એના સુંદર રૂપ જોવા પ્રયત્ન કરવો જોઈએ. આ તમને સદા યાદ અપાવે છે કે આપણે કલ્પનામાં જે જોયું તેને સાકાર કરીએ છીએ, આપણી આકાંક્ષાઓ , અભિલાષાઓ જ આપણી દૈનિક પ્રાર્થનાઓ છે. પ્રકૃતિદેવી તમારી પ્રાર્થના સાંભળે છે અને જવાબ પણ આપે છે. ઘણા ઓછા લોકોને એ વાતની ખબર છે કે એ અભિલાષાઓ જ શુદ્ધ હૃદય થી નીકળેલી પ્રાર્થનાઓ જ છે. આપણે આપણને અસમર્થ, કમજોર કોઈ દિવસ નહી સમજાવું જોઈએ, કારણકે દરેક મનુષ્યમાં પૂર્ણ બનવાની શક્તિ હોય જ છે.આપણે બસ મન, વચન, કર્મથી પ્રયત્ન કરવાનો
સમયોના વહાણાં ક્યાંક વહી જવાના,

આમને આમ જીદંગી જીવી જવાના.

કાલ ની ચિતાં શું કામ કરીએ,

અમે તો આજને જીવી જવાના.

હસતાં હસતાં માણીશું જીદંગી ને,

તોફાનો થી કંઈ નથી ડરી જવાના.

આવ્યું જો દુઃખ તો પણ હસી જવાના,

આમ જીદંગી ની મઝા માણી જવાના.

હસમુખ ગઢવી
29/6/2012

અનોખું પ્રેમ નું ગીત

જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં સ્નેહ સંભારણાં છે આપના હસું 
અશ્રુ  ભરી  આંખો  મહી પુણ્ય  છબી  છે  આપની 

વર્ષો થી સતત અને આજે પણ એકાંત ની પળો માં એ પક્ષીઓ ના કલરવ માં એ મેગ્ધનુષ ભરી સંધ્યાએ 
પલ પલ સોહામણા મોસમ મહી જયારે કોઈ મધુરો અવાજ કને સંભળાય છે ત્યારે એ સુમુધુર અવાજ ના 
સંસ્મરણો જ અવસ્થાને એ ગતિ માં  દોરી જાયછે જે સમય એક અતિ આનંદ આપનાર જીવનના દરેક રંગો થી ભરેલ આહલાદ્ક અને શીતળતા અપાવતી એ ચાંદની રાત્રી એ જાણે કોઈક અલગ દુનિયામાં તરવરતું એક અનોખું પ્રેમ નું ગીત જ્યાં કોઈ દ્રેષ નથી જ્યાં છલ કપટ નથી જ્યાં સ્વાર્થ નથી પાપ નો પ્રકાશ નથી બસ સતત અવિરત વહેતી પ્રેમ ની ધારાઓ જ્યાં મન મૂકી ને જીવી સકાય 
            પણ  આ બધી ભાગ્ય ની કળાઓ  છે જેમાં કોઈ ખીલે છે કોઈ મુરઝાઈ જાય છે સમય પણ ત્યાં પોતાનું રોદ્ર સ્વરૂપ બતાવે છે અને એક કાળ ની થાપટ ઝગમગતા દીવડાને અસ્ત કરી દેછે 
                        હે પ્રભુ એ તારી થાપટ ના પડઘા કોઈને પણ ના સંભળાવીશ ફૂલોને ખીલવા દે એની ફોરમ થી જગ ને સુગંધિત થવા દે આ જગ નો રચિયતા તું છે ઓ પાલનહારા તારી રચનાઓ માં જરા પ્યાર ભાવનાઓ ના બે શબ્દો મૂકી દે અને શાંતિ ત્યાં સ્થાયી કરી દે હે નિરાકારી અખિલ બ્રહ્માંડ ના માલિક તમે આ ધરાને સ્વર્ગ સમી સોહામણી કરી દો,
હું સમય ને તારી ભેટ સમજી જીવી રહ્યો છું એ વેદના એ વ્યથા એના દર્દ શું એ તો એજ સમજી સકે જેને ઝગમગતી રોશનીમાં અંધારું ઝોયું હોય કારણ કે ઘાયલ કી ઘાયલ જાણે જો કોઈ  .......
............................ મોર નાચતે હુએ ભી રીતા હે  ઓર હંસ મરતે હુએ ભી ગાતા હે યે  જિંદગી ક ફંડા હે યારો  દુખો વાલી રાત નીંદ નહિ આતી ઔર ખુશી વાલી રાત ભલા કોન સોતાહે !!!!!!!!
( આ મન ના વિચારો છે સાચા ખોટા રામ જાણે વ્યક્તિગત દુખી થવું નહિ )
હસમુખ બી ગઢવી 


હસમુખ ગઢવી 
29/06/2012

Sunday 24 June 2012

अपनी मंजिल

!!!  आदत डालें !!!

(जय सोनल माँ )

मानव समुदाय में अच्छे कार्यों और हुनर की बदौलत प्रतिष्ठा पाने और अच्छा मुकाम बनाने  के लिए हर कोई व्यक्ति अनथक प्रयास करता है और इनमें से कई अपनी मंजिल पाते भी हैं। कोई देर से तो कोई धीरे। कई मरते दम तक अपना सारा परिश्रम और अनुभवों का निचोड़ रखते हुए लक्ष्य पाने की जीतोड़ कोशिशें करते रहते हैं। फिर भी मानव समुदाय में बहुत से लोग ऎसे होते हैं जिनके जीवन का परिश्रम कभी व्यर्थ नहीं जाता और ये लोग उन ऊँचाइयों को पा ही लेते हैं जहाँ से उनके समग्र जीवन से प्रेरणा का संचार संभव है। इनके जीवन से प्रेरणा पाते हुए आने वाली पीढ़ियाँ भी आगे बढ़ने की कोशिशें करती हुई मंजिल तक पहुँचती रहती हैं। जन समुदाय में विभिन्न क्षेत्रों में उल्लेखनीय और अपूर्व उत्कृष्टता की मिसाल बनने वाली कई हस्तियाँ हर युग में रहती हैं जिन्हें उनके काल में उतना सम्मान नहीं मिल पाता, जिसके वे हकदार हुआ करते हैं।
अपने कुटुम्बियों से लेकर विघ्न संतोषियों और भयंकर ईष्र्यालु लोगों का हर समाज और समुदाय में वजूद होता ही है और ऎसे में जो लोग थोड़ा भी ऊँचा उठने का प्रयास करते हैं समाज की कैंकड़ा संस्कृति और टाँग ख्िंाचाऊ मनोवृत्ति उन्हें बार-बार नीचे गिराने और धकेलने के हरचंद प्रयास करती रहती है। इनके बावजूद ईश्वरीय अनुकंपा और बुलंद हौंसलों से ये लोग वहाँ पहुँच ही जाते हैं जहाँ उन्हें पहुँचना होता है। लेकिन बहुसंख्य लोग इन कुटिल और खल लोगोंं की दुष्टताओं और धूत्र्तताओं की वजह से अपने लक्ष्य तक नहीं पहुँच पाते हैं। समाज की यह मनोवृत्ति कोई आज की बात या नई बात नहीं है, पुराने जमाने से यही सब चला आ रहा है। मनुष्यों में भी एक निश्चित अनुपात में पशु प्रवृत्ति के लोग हर युग में हुए हैं जिन्होंने नकारात्मक दृष्टिकोण और विध्वंस की गतिविधियों का प्रतिनिधित्व किया है। ऎसे लोग हमारे बीच आज भी हैं। हमारे आस-पास ऎसे लोगों की कोई कमी नहीं है, कई तो हमारी रोजमर्रा की जिन्दगी में रोज हमसे टकराते हैं।
यही वजह है कि न समुदाय तरक्की कर पाता है, न समाज और राष्ट्र। चंद हरामखोरों और व्यभिचारियों की वजह से समाज में आपसी द्वन्द्व, प्रतिशोध, ईष्र्या और द्वेष के साथ कटुता और कलह का माहौल सदैव विद्यमान रहता है। ईश्वर की जाने किस भूल से असमय मनुष्य की खाल में पैदा हो गए इन स्वार्थी और वज्रमूर्खों की वजह से समाज को कितना बड़ा नुकसान उठाना पड़ता है इसकी कल्पना ये गधे, लोमड़ और उल्लू कभी नहीं कर सकते क्योंकि इन्हें सृजन से कहीं अधिक विध्वंस प्रिय होता है और इनकी उद्देश्यहीन जिन्दगी का और कोई मक़सद होता ही नहीं। समाज के लिए इन नुगरों और विध्वंसक लोगों का होना ही समूची मानवता और सम सामयिक काल खण्ड के लिए कलंक से कुछ ज्यादा नहीं हुआ करता। ये तो पहले भी कुछ नहीं थे और न इन्हें कुछ बनना होता है, बल्कि इनकी वजह से समाज आगे नहीं बढ़ पाता। अपने मानव समाज में हर क्षेत्र में विभिन्न विधाओं, समाज-जीवन के कई-कई आयामों में ऎसी-ऎसी शखि़्सयतें और उच्चतम मेधा-प्रज्ञा से भरपूर खूब हस्तियाँ हमारे आस-पास हैं लेकिन हमारी विराट, उदात्त और व्यापक दृष्टि का अभाव हमें इनकी पहचान करने ही नहीं देता और हम इन्हें हमारी तरह ही संकीर्ण परिधियों वाले छेदों से होकर देखने की आदत बना बैठे हैं।
इस वजह से समाज की असली क्रीमी लेयर की खूबियों से हम अनभिज्ञ और किनारे पर ही रहते हैं। यही नहीं तो हमारी वजह से ये हस्तियाँ भी हाशिये पर रह जाती हैं और वह सम्मान या आदर प्राप्त नहीं कर पाती जो इन्हें सहज ही प्राप्त हो जाना या मिलना चाहिए। यह उन हस्तियों का नहीं हमारा दोष है। समाज की कितनी बड़ी विड़म्बना है कि ऎसे लोगों के जीते जी हम उनके सम्मान में तारीफ के दो बोल बोलने तक में हिचकते हैं जैसे कि हमारे मुँह को लकवा मार गया हो या किसी ने मुँह बन्द कर देने को विवश कर दिया हो। दुर्भाग्य  यह कि इनके संसार से जाने के बाद हम तमाम प्रचार माध्यमों का सहारा लेकर उनकी प्रशस्ति में कीर्तिगान करते हैं और विज्ञापनों के जरिये श्रद्धाँजलि व्यक्त करते हैं, भले ही ऊपर से ही सही। दिखावे के लिए हम इतना सब कुछ आडम्बर रच देते हैं जैसे कि उनके गुजर जाने के बाद उनके परिजनों से कहीं ज्यादा दुःख उन्हें ही हुआ हो। यही कीर्तिगान उनकी मौजूदगी में होता तो उनकी ऊर्जाओं का दायरा बढ़कर इतना अधिक हो सकता था कि इसका फायदा समाज को जो मिलता उसकी कल्पना तक नहीं की जा सकती थी। जिनके जीते जी उनका लाभ लेने के सारे अवसर हम गँवा देते हैं, उनकी मौत के बाद उनका नाम अमर रखने के लिए हम कितने जतन करते हैं, यह हमारी पशु भावना को ही तो र्अभिव्यक्त करता है। 
मौत के बाद उनकी प्रशस्ति इसलिए कि इसका कोई असर नहीं होता क्योंकि हम जो कुछ कह रहे हैं, लिख या लिखवा रहे हैं उसे सुनने या देखने वाला रहा ही नहीं, जिसका कि हमें खतरा था कि यह सब देख-सुन कहीं वह और ज्यादा आगे नहीं बढ़ जाए या कहीं से कुछ और अधिक सम्मान पा नहीं जाए। एक और नई बात हो गई है। मृत्यु उपरान्त उत्तरक्रियाओं की समाप्ति के दिन या पगड़ी रस्म मेंं अब लैटर हैड़ी संवेदनाओं और प्रशस्तिगान का दौर शुरू हो गया है। जीते जी उपहास और उपेक्षा करने वाला समाज और समाज के ठेकेदार किस्म के लोग दिवंगत आत्मा की प्रशस्ति का गान करने वाले पत्रों का वाचन करने लगे हैं। भीड़ तलाशने वाले इन (अ) सामाजिक ठेकेदारों के लिए इसी तरह के गंभीरतम मंच की तलाश हमेशा बनी रहती है जब पिन-ड्रॉप साइलेंस के बीच ये घड़ियाली आँसू बहाते हुए लोकप्रियता पाने के हथकण्डों का पूरा इस्तेमाल कर गुजरते हैं और समाजजनोें के बीच सामाजिक होने की स्थिति का आभास कराते रहते हैं।
कई स्थानों पर तो ऎसे चार-पाँच लोगो का एक समूह ही बन गया है जिसका काम ही पगड़ी रस्मों में शोक संदेश वाचन का रह गया है। बड़े लोगों के पीछे दुम हिलाने में माहिर दलाल किस्म के ये गन्दे और मलीन लोग किसी भी समाज के जीवित लोगों के लिए कुछ करें या न करें, समाज के दिवंगतों के लिए समय जरूर निकालते हैं। समाजजनों की भी यह विवशता होती है कि इनकी बनाई परंपराओं को तोड़ने का साहस कौन करे? यह भी समाज का दुर्भाग्य ही है कि जीते जी उन्हीं लोगों की तारीफ होने लगी है जो मरे हुए हैं या अधमरे हैं। इन लोगों में मानवता या संवेदनाओं का लेश मात्र भी कतरा नहीं होता, पूरी जिन्दगी पशुता के साथ जीते हैं। ऎसे कमीनों की प्रशस्ति का गान करने में पूरा समाज जुट जाता है क्योंकि ऎसा न करें तो इन हिंसक वृत्तियों वाले दैत्यों से स्वार्थ पूरे न होने का अंदेशा होता है या फिर अनजाना भय। चाहे कुछ भी हो जिस दिन हम अच्छे लोगों की तारीफ उनके जीते जी करने का स्वभाव अपना लेंगे, उसी दिन से हमारी दृष्टि के साथ ही यह सृष्टि भी बदल जाएगी।

हसमुख गढवी
अहमदाबाद (जशोदानगर )

Thursday 21 June 2012

પ્રેમ નું ગીત

અનોખું પ્રેમ નું ગીત

જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં સ્નેહ સંભારણાં છે આપના હસું 
અશ્રુ  ભરી  આંખો  મહી પુણ્ય  છબી  છે  આપની 

વર્ષો થી સતત અને આજે પણ એકાંત ની પળો માં એ પક્ષીઓ ના કલરવ માં એ મેગ્ધનુષ ભરી સંધ્યાએ 
પલ પલ સોહામણા મોસમ મહી જયારે કોઈ મધુરો અવાજ કને સંભળાય છે ત્યારે એ સુમુધુર અવાજ ના 
સંસ્મરણો જ અવસ્થાને એ ગતિ માં  દોરી જાયછે જે સમય એક અતિ આનંદ આપનાર જીવનના દરેક રંગો થી ભરેલ આહલાદ્ક અને શીતળતા અપાવતી એ ચાંદની રાત્રી એ જાણે કોઈક અલગ દુનિયામાં તરવરતું એક અનોખું પ્રેમ નું ગીત જ્યાં કોઈ દ્રેષ નથી જ્યાં છલ કપટ નથી જ્યાં સ્વાર્થ નથી પાપ નો પ્રકાશ નથી બસ સતત અવિરત વહેતી પ્રેમ ની ધારાઓ જ્યાં મન મૂકી ને જીવી સકાય 
            પણ  આ બધી ભાગ્ય ની કળાઓ  છે જેમાં કોઈ ખીલે છે કોઈ મુરઝાઈ જાય છે સમય પણ ત્યાં પોતાનું રોદ્ર સ્વરૂપ બતાવે છે અને એક કાળ ની થાપટ ઝગમગતા દીવડાને અસ્ત કરી દેછે 
                        હે પ્રભુ એ તારી થાપટ ના પડઘા કોઈને પણ ના સંભળાવીશ ફૂલોને ખીલવા દે એની ફોરમ થી જગ ને સુગંધિત થવા દે આ જગ નો રચિયતા તું છે ઓ પાલનહારા તારી રચનાઓ માં જરા પ્યાર ભાવનાઓ ના બે શબ્દો મૂકી દે અને શાંતિ ત્યાં સ્થાયી કરી દે હે નિરાકારી અખિલ બ્રહ્માંડ ના માલિક તમે આ ધરાને સ્વર્ગ સમી સોહામણી કરી દો,
હું સમય ને તારી ભેટ સમજી જીવી રહ્યો છું એ વેદના એ વ્યથા એના દર્દ શું એ તો એજ સમજી સકે જેને ઝગમગતી રોશનીમાં અંધારું ઝોયું હોય કારણ કે ઘાયલ કી ઘાયલ જાણે જો કોઈ  .......
............................ મોર નાચતે હુએ ભી રીતા હે  ઓર હંસ મરતે હુએ ભી ગાતા હે યે  જિંદગી ક ફંડા હે યારો  દુખો વાલી રાત નીંદ નહિ આતી ઔર ખુશી વાલી રાત ભલા કોન સોતાહે !!!!!!!!
( આ મન ના વિચારો છે સાચા ખોટા રામ જાણે વ્યક્તિગત દુખી થવું નહિ )
હસમુખ બી ગઢવી 

હસમુખ ગઢવી 


Wednesday 20 June 2012

અમુલ્ય શબ્દ એટલે દીકરી.


                                      મારી નઝરે 

દીકરી – માનવ ઇતિહાસનો આજ સુધીનો સૌથી સર્વોતમ શબ્દ.

દીકરી – માનવ ઇતિહાસનો આજ સુધીનો સૌથી સર્વોતમ શબ્દ.લાગણી અને મમતાના પરીઘોની વિસ્તરીને બહાર નીકળી ગયેલી એક મમતાની સાશ્વત મુર્તિ એટલે દીકરી.ગમે તેવા કઠણ કાળજાને બાપને રડાવી શકનાર,સાહિત્યની ભાષામાં અમુલ્ય શબ્દ એટલે દીકરી.
આજ સુધી સાહિત્યમાં મોટા ભાગના લેખકો લખતા આવ્યા છે કે સ્ત્રીઓ પુરુષો કરતાં મહાન છે.આ વાકયની પાછળનું મર્મસ્થાન સ્ત્રી નથી,પણ દીકરી છે.
એક ધનવાન પિતા પાસે તેના યુવાન પુત્ર,તેની સંપતિની માંગણી કરજો ! શું જવાબ મળે છે..?!?..સાહિત્યના ઇતિહાસના ગાળશાસ્ત્રના શ્રેષ્ઠતમ શબ્દો તમને સાંભળવા મળશે.
હવે આ જ પિતા પાસે તમે હસતા મુખે તેની પુત્રીની માંગણી મુકી શકશો,અને તે પણ દીકરી માંગનારની શરતે.છતાં પણ એ પિતા ગાળૉ દેવાને બદલે હસતાં મુખે તમારું સ્વાગત કરશે.તમારા માટે મીઠાઇ અને પકવાન ધરસે.શોરૂમમાં જે રીતે નૂમાઇશ થાય તે રીતે દીકરીને તૈયાર કરીને આગતાસ્વાગતા કરવા મોકલશે.
મારી જિંદગીમાં મને અકળાવનારા દસ પ્રશ્નોમાનો એક પ્રશ્ર્ન એ છે કે- દીકરીને પરણીને સાસરે શા માટે જવું પડે છે..એક દીકરીના પિતા તરીકે આ પ્રશ્ર્નની અસર કેટલી ધારદાર હોય છે એ હું સમજી શકું છું.દીકરી પરણીને સાસરે જાય છે ત્યારે તેને શું શું છોડવું પડે છે..?
મનને ગમતાં બધા કાર્યો,પિતાનો અને માતાનો પ્રેમ,ભાઇઓ અને બહેનો તથા અન્ય કુંટુંબીજનોનો પ્રેમ,પિતાની સંપતિ,પોતાનું ગમતું શહેર,મોહલ્લો,વગેરે વગેરે,પોતાના મિત્રો,પોતાની મનગમતી જગ્યાઓ જ્યાં તેની યાદો જોડાયેલી હોય છે…ટુંકમાં દીકરીને ગમતી તમામ ચીજ છોડીને પારકે ઘરે સીધાવું પડે છે.આ બધું બાદ કરતાં પોતાને ગમતી બધી વ્યકિતઓને છોડીને જવું પડે છે.
જીવનની કઠોરમાં કઠોર પરિસ્થિતિનો સામનો દીકરીઓને કરવો પડે છે.પરણ્યા પછી જીવનમાં આવતી કઠોર પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારી રાખવી પડે છે.લગ્ન પહેલા દીકરી હોય છે અને લગ્ન પછી એ સ્ત્રી બને છે.દીકરીમાંથી સ્ત્રી  નવું.પિતાની અટક છૉડીને પતિની અટક અપનાવવી પડે છે.
ઘણા લેખકો પત્ની વિશે અનેક લેખો લખ્યા છે.જેમાં પત્ની કજીયાળી,ઝઘડાળુ.શંકાશીલ.માથા ભારે,કપટી અને લંપટ જેવા વિશેષણૉથી નવાજી છે.હવે વિચાર કરો કે આ સ્ત્રી જ્યારે દીકરી હતી ત્યારે સામાન્યતઃ આવા વિશેષણૉ લાગું નહોતા પડતા ! શા માટૅ !?
દીકરી થઇને પેદા થવું એ જ મર્દાનગી છે.નહીં કે અણિયાણી મુછો રાખવાથી કે બાવડા બનાવવાથી કે બળપ્રદર્શન કરવાંથી..
છે કોઇ એવો પુરુષ જે પિતા,માતા,બહેન-ભાઇ,સંપતિ આ બધું છોડીને ચાલ્યો જાય ? હા ! છે,પણ તેવા પુરુષોની ટકાવારી એકથી ત્રણ ટકાની અંદર હોઇ શકે છે.!..જેમાં ઘરજમાઇઓ,સંસાર ત્યાગીઓ,બાવાઓ,ધાર્મિક ઓથારતળે જીવતા પુરુષો,નપાવટ પુરુષો વગેરે આવા ભાઇડાઓની શ્રેણીમાં આવે છે.
દીકરી થઇને જન્મવુ એટલે ‘સુખ આપી દુઃખ લેવુ’એ જન્મસિધ્ધ અધિકાર આપોઆપ લાગું પડી જાય છે અને એ પણ બાલ્યાવસ્થા લાગું પડી જાય છે.
દીકરીને તેનો ભાઇ એનાથી બે પાંચ વર્ષ નાનો છે અથવા મોટૉ હોય.ભાઇઓ બહેન ઉપર દાદાગીરી હમેશા કરતા આવે છે.જોકે ઘણી જગ્યાએ ભાઇબહેનના પ્રેમમાં આવા પ્રશ્રન ગૌણ બની જાય છે.ભાઇ નાનો હોય એટલે બહેનને નાનપણથી માતા બનવાની તાલિમ મળવા લાગે છે.કારણકે એક બહેન હમેશા નાના ભાઇ માટે સવાઇ માતા પુરવાર થાય છે.
મોટાભાગની માતાઓ દીકરીને કહે છે કે,’તું તો મોટી છે,તારે નાના ભાઇનું ધ્યાન રાખવું જોઇએ..તું તો સમજદાર છે,ભાઇ તો નાનો છે..!!’
દીકરિ થઇને જન્મવું એટલે નાનપણથી સ્ત્રી ઉપર દાદાગીરી કરવાનો જ્ન્મસિધ્ધ અધિકાર મળે છે.પુરુષની જિંદગીમાં દાદાગીરી કરવાં માટે સ્ત્રીપાત્રો બદલતા રહે છે.માતા,બહેન,દાદી.સહઅધ્યાયી છોકરીઓ…અને યુવાન બનતા છોકરીઓની પાછળ પડવું..પરણ્યાપછી પત્ની ઉપર દાદાગીરી શરૂમ થાય છે.
એક પુરુષને કારણે દીકરીને કેટલુ સહન કરવું પડે છે..?..પુરુષો કોલેજોમાં કે જાહેર સ્થળ પર છોકરીઓની છેડતી કરી શકે છે..ચાર પાંચના સમુહમાં ઉભેલા પુરુષોની સામેથી દેહલાલિત્ય ધરાવતી કોઇ છોકરી પસાર થાય ત્યારે આ સમુહમાંથી ચોક્કસપણે એક કે બે વ્યકિત તેનાં અંગઉપાંગો ઉપર કોમેન્ટ કરશે જ..આજ સુધી એવું બન્યુ છે કે છોકરીઓએ કોલેજોમાં કે જાહેર સ્થળોએ છોકરાની છેડતી કરી હોય !? આ બાબતે આધુનિક યુરોપ અને અમેરિકાના દેશો પણ આપણા જેટલા જ પછાત છે !
ચાર પુરુષો સાથે મળીને એક છોકરી ઉપર બળાત્કાર કરી શકે છે પણ આજ સુધી એવું બન્યુ છે કે ચારપાંચ છોકરીઓએ સાથે મળીને એક પુરુષ ઉપર જબરદસ્તી કરી હોય!
પુરુષો જાહેરમાં બિન્દાસ્ત ગાળો બોલી શકે છે.આજ સુધી કદી કોઇ છોકરીને જાહેરમા બિન્દાસ્ત ગાળૉ બોલતા જોઇ છે ખરી….!
દીકરી દેખાવમાં સામાન્ય હોય કે દેખાવડી હોય તેને ચેહરા અને શરીર માટે ખાસ પોષાકનો આગ્રહ રાખવો પડે છે..છોકરીઓ માટે અમુક આવરણો ખાસ સમાજ જોવા મળે છે.જ્યારે પુરુષ ગમેતેવો કદરૂપો,ગોબરો,ગંધારો હોય તો પણ પોતાનો ચહેરો ખુલ્લ્લો રાખી શકે છે.મોટે ભાગે સમાજના વિચિત્ર નિયમો છોકરીઓ માટે જ બન્યા છે.
પુરુષ પોતાનું બોડી પ્રદર્શન કરી શકે છે.જ્યારે છોકરીઓ રેમ્પ પર ચાલે છે.અમુક શહેરોમાં ફેશન શો થાય છે ત્યારે સમાજના બની બેઠેલા રક્ષકો કોઇકની દીકરીને જાહેરમાં ફટકારે છે.ડાન્સબારમાં નોકરી કરી કુટુંબની ભરણપોષણ કરતી દીકરીઓને જાહેરમાં ફટકારવામાં આવે છે.હિંદુસ્તાનમાં હિંદુ પુરુષોની એક નમાલી,કાયર,નીર્વિય અને નપાવટ પ્રકારની શ્રેણી જન્મી છે.આ પ્રકારની માનસિકતા મર્દાનગી નથી.એક પ્રકારનું ધાર્મિક ઝનૂન છે.જે મધ્યયુગીન સંસ્કૃતિમાં અરબસ્તાની ધર્માંધ ખલિફાઓ,બાદશાઓ અને આજના તાલીબાની સમાજમાં ભરેલુ છે.
જે સમાજમાં કે સંસ્કૃતિમાં  દીકરીઓનું સ્થાન સામાજિક પ્રાણીથી વિશેષ નથી,એવાં સમાજમાં છાશવારે નાબાલિગ છોકરીઓ ઉપર બળાત્કાર,નાબાલિગ છોકરીઓના વેચાણ,દીકરીઓ ઉપર પિતાઓ દ્વારા બળાત્કાર જેવા જઘન્ય અપરાધો બનતા રહે છે.આની પાછળની એક જ વિચાર ધારા છે.આ વિચારધારા તાલીબાની છે.
આપણા હિંદુસ્તાનમાં બધા રાજકીય પક્ષો સ્ત્રી સ્વતંત્રતાની વાતો કરે છે.જે દેશમાં સ્ત્રીઓ માટે સમાન લો ના હોય ત્યાં સ્ત્રી સ્વતત્રતાની વાતો કરવી વાહિયાત છે..ચંદ્રમોહન અને ફીઝાની સ્ટોરીમાં બે સ્ત્રીઓની હાલત શું થઇ છે…?શારીરિક,માનસિક,આર્થિક અને કૌટુંબિક રીતે આ બંને સ્ત્રીઓને ઘણું સહન કરવું પડે છે…કારણકે હજું પણ અમુક સમાજોમાં પુરુષોને ચાર શાદી કરવાનો અધિકાર છે…અને સ્ત્રીઓમાં આ બધું સહન કરવાની શકિત ક્યારે આવે છે..?
કારણકે આ સ્ત્રીઓ દીકરી નામની પરિક્ષામાં પાસ થાય છે એટલે આ સમજદારી અને સહનશકિત આવે છે.
દીકરીઓને ઘણી બાબતોમાં સામાજિક અલગતા આપવામાં આવી છે.કદાચ એટલા માટે જ દીકરી માટે,’દીકરી સાપનો ભારો’,'દીકરીનો બાપ જીવતો મુવો’જેવી કહેવતો અસ્તિત્વમાં આવી હશે…?
અમારા જામનગરના જે વિસ્તારમાં હું રહું છું તે વિસ્તારની એક કિલોમિટરની ત્રિજ્યામાં મેડીકલ કોલેજ,આર્યુવેદ યુનિવર્સિટી,મહિલા કોલેજ,સાયન્સ કોલેજ જેવી શિક્ષણસંસ્થાઓ આવેલી છે.દરરોજ સવારે આજુબાજુના ગામડાઓમાંથી દીકરીઓનાં ટૉળેટૉળા ટેમ્પા અને બસોમાંથી ઉતરતા દેખાય છે.આ ગામડાની કાઠિયાવાડી દીકરીઓ જિન્સ અને ટૉપ જેવા આધુનિક પહેરવેશ પહેરે છે.આ જિન્સધારી દીકરીઓ વહેલી સવારે ઉઠીને ઘરકામ,છાણવાસીદુ,દુધ દોહવા જેવા કામો પતાવીને શહેરમાં અભ્યાસ અર્થે આવે છે.

દીકરીને કિંમત એક પિતાને ક્યારે સમજાય છે..?વાનપ્રસ્થ પુરુષો જેઓ વિધુર છે,જેઓની બાયડી માથાભારે હોય,શારીરિક રીતે ઉમરની અસર થયેલી હોય….ત્યારે આવા પિતાઓની પડખે દીકરી ઉભી રહે છે.આવા પુરુષોને ઢળતી ઉમરે માતાની મમતાનો અહેશાસ એક દીકરી થકી થાય છે.
દીકરી જ્યારે રજસ્વલા બને ત્યારથી તેની સાથે દીકરી જેવો નહી પણ એક મિત્ર જેવો વ્યવાહર કરવો જોઇએ..એ દીકરી સાથે સમાજની સારીનરસી બધી બાબતોની ખુલ્લા મને ચર્ચા કરવી જોઇએ.
એક દીકરીને દીકરાની જેમ ઉછેરો તો….પછી એ દીકરી સવાયો મર્દ બનીને દેખાડશે.
..સૌવથી મહત્વની વાત…વૃધ્ધાશ્રમમાં સૌવથી વધું દીકરાઓના માબાપ જોવા મળે છે..અને આ સત્ય સ્વિકારવું જ પડે તેમ છે..
સેવ ધ ગર્લ ચાઇલ્ડ…દીકરીના ભૃણને બચાવો…
હસમુખ ગઢવી ના જય માતાજી  

Tuesday 19 June 2012

મારા વિચાર ગમે તો વાંચો બાકી જેવી જેની મોજ ...:)

મારા વિચાર મારી મારી ભાષા  માં : 

આ દુનિયા પણ અજબ છે ભાઈ કોઈને કઈ કહેવાતું નથી પણ કરીએ શું?  રહેવાતું પણ નથી     "ગજબ હાથે  ગુજારી પછી નાશી ગયાથી  શું?
મળી દુનિયામાં બદનામી પછી કાશી ગયા થી શું?"
જિંદગી એ કુદરત ની મળેલી અનમોલ ભેટ છે આપડે સહુ ચાર દીવસ  ના મહેમાન છીએ તો શા માટે બદનામી લેવી જોઈએ ? શા માટે ખરાબ કર્મો કરવા જોઈએ? હું કોઈ ઉપદેશક નથી પણ બે દિવસ પહેલા થઇ ગયેલો એક અમાનવીય બનાવ જેની ચર્ચા કરવા માગું છું ( આમ તો મારી માત્રુ ભાષા ગુજરાતી છે તેથી હું ગુજરાતીમાંજ વધુ લખીશ પરંતુ આ બનાવ દરેક વાંચી સકે તેથી હું એને હિન્દી માં લખીશ )
में हसमुख गढवी अगर कुछ गलती गलती हो तो पहलेसे माफ़ी मांग लेता हु मेरा आशय किसीका दिल दुखना नहीं हे लेकिन एक सच्चाई को को समजने के लिए मेरा एक छोटा प्रयास हे 
हंमारी बेटीया कितनी असुरक्षित हे इसका अंदाज़ा इस शुक्रवार को हुई तिन गटना ओसे लगाया जा सकता हे 
यह सरम की बात हे कि प्रधान मंत्री के निर्वाचन क्षेत्र आसाम में सरेआम गुंडों ने एक लड़की से बदसलूकी की जिसको सड़क पर खुल्ले आम धसीटा गया कपडे फाड़े 
1- बीते दिनों में गुवाहाटी में जो कुछ गटा वह किसी भी सभ्य समाज और संवेदन शील मनुष्य को विचलित कर देने वाला हे जिस तरह 11वि कक्षा की छात्र को जिस तरह नोचने -खसोटने की कोशिश की वह दिल दहला देने वाला मंजर था ! एक लडकीको सड़क पर करीब 20 लोगोने पिता बाल खीचे ! कपडे फाड़े ! वह बिचारी मदद के लिए चिल्लाती रही लेकिन कोई आगे नहीं आया ! बे सहारा लड़की का भरे बाजार चिर हरण कर दिया गया सतयुग में तो श्री कृष्णाजिने द्रौपदी के चिर पुरे थे लेकिन इस घोर कलियुग में बेबस लाचार स्त्रिओ का चिर कोण पुरेगा? कोन उसकी मदद करेगा इन राक्षसों से कोन  बचाएगा ? ये सारे सवाल आज की लाचार बेबस महिलाये के दिलमे हे आज के दिन में इंसानियत शर्मसार हो गई हे सरेआम माँ बेटियों को अपमानित किया जाता हे !
2- उत्तरी 24 परगना जिल्ले के गोपाल नगर में आज एक शिक्षिका ने आठवी कक्षा की एक छात्रा के कपडे भरी क्लाश में उतरवा दिए ! इस छत्रा पर सह पाठी के पेसे चूराने का आरोप था लडकीके पीता ने गिरिबाला विद्यालय की शिक्षिका रुपाली के खिलाफ ऍफ़ आई आर दर्ज करवादी हे  लेकिन कब तक इसे बनाव बनते रहेंगे हमारे समाज में ???
 शिक्षक को गुरूजी का दर्रज्जा  दिया जाता हे आज वही गुरु के रुपमे हेवानो द्वारा नाबालिग लडकियों को शोषण किया जाताहे  आप और में हर रोज अख्बारोमे टीवी में इसे समाचार सुनते हे जो बहुत आघात जनक बात हे हमारे देश के लिए 
3-  बागपत की एक गाम पंचायत ने तो फरमान जारी कर दिया की प्रेम विवाह करने वाले उनके कानून में जुर्म हे और तो और महिलाये के लिए तो कुछ सरते ही रखदी हे  जेसे वो एक कट पुतली हो पुरुष शभ्य समाज की ! केंद्रीय मंत्री पि चिदम्बरम ने कहा हे की ये फरमान गैर क़ानूनी हे लोक्तान्तिक समाजमे फतवों ड्रेस  कोड
के लिए कोई जगह नहीं हे तो दूसरी तरह उत्तर प्रदेश के मंत्री आजमखान को इस फेस्लिमे कुछ गलत नहीं दीखता भ्रस्ट नेताओ के राज में आज हमारी देश की इज्जत लुटी जा रही हे !
जिश देश में राजा राम जेषे भगवान् ने जनम लिया हो  वो देश दुनिया पर राज करता होना चाहिए लेकिन आज हमारे देशकी दुर्दशा कुछ अलग  हे क्युकी जिस देशमे जनम देनेवाली जनेताओ का अपमान किया जाता हे भाई के लिए हमेशा दुआ करने वाली इस बहेनोका  गला दबा दिया जाता हे उन पर अत्याचार किया जाता हे लड़की को घर मे लक्ष्मी का रूप माना  जाताहे  आज वही लड़की का खुद उसके जनम दाता उसके बाप द्वारा बलात्कार किया जाता हे! कोन सुरक्षा करेगा इन बेबस महिला! लड़की! बेटियों! का ?
आखिर कब थमेगा ये शिलशिला? हम सबकी शोच के बहार हे लेकिन हम कोषिस तो कर सकते हे !अपनी आश पाश बनती एसि ही कुछ गटनाओ को हम चाहे तो बनते हुवे बचा सकते हे !
जीवनमे अगर हमने किसी एक महिला की इज्जत बचाली तो हमारा जीवन धन्य हो जायेगा 
--- ऐसी  किसी भी घटना में शामिल लोगो को इतना कठोर दंड मिलना ही  चाहिए ताकि न केवल वे बल्कि उनके अंजाम से परिचित हर शख्स एसा कृत्य करने से पहले सो बार सोचेगा !

आगे कुछ अच्छे  विचारो के साथ मिलेंगे तब तक जय माताजी की 
हसमुख बी गढवी! 



                                                                   part 2   Date:- 12/8/2012




ગુવાહાટીના બારમાં એક છોકરી સાથે છેડતી કર્યાના બનાવની શાહી સુકાઇ નથી ત્યાં તો સિલચરમાં એક છોકરી પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાની દુખદ ઘટના સામે આવી ગઇ છે.

સિલચર મહિલા કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની 11 ઓગષ્ટની રાત્રે હોસ્ટેલથી ટ્યૂશન જઇ રહી હતી ત્યારે ચાર લોકોએ તેને જબરજસ્તીપૂર્વક કારમાં ખેંચીને કુંભીગ્રામ એરપોર્ચ નજીક સુમસામ જગ્યાએ લઇ ગયા હતા અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

ગુવાહાટીના ઉજાન બજાર વિસ્તારમાં રહેતી છોકરીએ મંગળવારે સિલચર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જેમાં એક વકીલ દિબ્યેન્દુ જ્યોતિ કોનવાર સહિત ચાર લોકો પર બળાત્કારનો આરોપ લવાગવામાં આવ્યો છે. આરોપીઓએ વિદ્યાર્થીઓને ધમકી આપી હતી કે ખુલાસો કરવાનું પરિણામ ભોગવવું પડશે પરંતુ માં અને બહેનની મદદ મળતાં તેને એફઆરઆઇ દાખલ કરાવી છે. પોલીસે આરોપીની તપાસ આદરી છે.

 

Sunday 17 June 2012

હિંગળાજ માતાજી

पाकिस्तान में स्थित कई प्राचीन हिंदू मंदिरों में से सबसे ज़्यादा महत्व जिन मंदिरों का माना जाता है उन्हीं में से एक है हिंगलाज माता का मंदिर.




























ગઢવી ચારણ  સમાજના પ્રથમ કુળદેવી આઈ  શ્રી
હિંગલાજ માતાજી વિષે થોડું જેના પરચા જગમાં ગણા છે મારા તમામ જ્ઞાતિ બંધુ ને હસમુખ ગઢવી ના જય માતાજી ( મારાથી કઇક  ભૂલ થતી હોય તો માર્ગદર્શન આપવા નમ્ર અરજ છે ) તમારી સાચી માહિતી જરૂર આપજો હું તેને અહી ઉમેરીશ જય માતાજી જય સોનલ માં.09158880792 /09158880792 /મહારાષ્ટ્રા )
(જશોદાનગર અમદાવાદ આઈ શ્રી સોનલ યુવક મંડળ )




 માંહિગલાજ (બલુચિસ્તાન  પાકિસ્તાન )
ગઢવી સમાજની કુળદેવી મને કોટી કોટી વંદન 



બલુચિસ્તાન પ્રાંતમાં દર વર્ષે આ મહિનામાં હિંગળાજ માતાના મંદિરમાં પૂજા કરવામાં આવે છે. કરાંચીથી 60 કિ.મી. દૂર. આવેલ છે. અને ભારતના જેસલમેરથી 20 કિ.મી. દૂર આવેલ હિંગળાજ મંદિર. આ સ્થળ હિંગોળ નદીના તટ ઉપર લ્યારી તાલુકામાં આવેલ મકરાણાના કિનારામાં એક હિન્દુ મંદિર છે. આ મંદિર હિન્દુ ધર્મની 51 શક્તિપીઠ પૈકીની એક માનવામાં આવે છે અને કહેવાય છે કે સતી માતાના શરીરને ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્ર વડે કપાઈ જવાને લીધે અહિયા તેમનું બ્રહ્મરંધ્ર(માથુ) પડ્યું હતું.

  ચારણોની પ્રથમ કુળદેવી હિંગળાજ માતા હતા. જેમનું નિવાસસ્થાન પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાન્તમાં હતું. હિંગળાજ નામ ઉપરાંત હિંગળાજ દેવીનું ચરિત્ર અથવા એમના વિશેનો ઈતિહાસ અત્યાર સુધી અપ્રાપ્ય રહ્યો છે. હિંગળાજ દેવી સાથે સંબંધિત છંદ ચિરજાઓ ચોક્કસ મળી આવે. પ્રસિદ્ધ સાતેય દ્વીપોમાં સહુ શક્તિઓની રાત્રિના સમયમાં રાસ રચાય છે અને સવારે સૌ શક્તિઓ ભગવતી હિંગળાજના ગિરમાં આવી જાય છે.

હિંગળાજ દેવી સૂર્યથી પણ વધુ તેજસ્વી છે અને સ્વેચ્છાએ અવતાર ધારણ કરે છે. આ આદ્ય શક્તિએ 8મી શતાબ્દીમાં સિંધ પ્રાંતમાં મામડના ઘરમાં આવડ દેવીના રૂપમાં દ્વીતીય અવતાર ધારણ કર્યો હતો. તેઓ સાતેય બહેનો હતી, જેમના નામ આવડ, ગુલો, હુલી, રેપ્ચલી, ઓછો, ચંચિક અને લધ્વી હતા. તેઓ પરમ સુંદરીઓ હતી. કહેવાય છે કે એમની સુંદરતા ઉપર સિંધ પ્રાંતના યુવાન બાદશાહ હમીર સુમરા મુગ્ધ થયો હતો. આ કારણે બાદશાહે પોતાના લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો. પણ એમના પિતાએ ના પાડી. આમ કરવાથી બાદશાહે તેમને કેદ કરી લીધા. ત્યારે માતાજીએ  તેનો વધ કર્યો અને દેવીઓ ટૂ સિંધથી તેમડા પર્વત ઉપર આવી ગઈ. એક બહેન કાઠિયાવાડના દક્ષિણ પર્વતીય પ્રદેશમાં તાંતણિયા ઘરો નામના નદીના સ્થળ ઉપર પોતાનું સ્થાન બનાવી રહેવા લાગી. આ માતાજી ભાવનગર રાજ્યના કુળદેવી તરીકે માનવામાં આવે છે. અને સમસ્ત કાઠિયાવાડ પ્રદેશમાં ભક્તિ ભાવપૂર્વક એમની પૂજા કરવામાં આવે છે. જ્યારે આવડ દેવીએ તેમડા પર્વત ઉપર પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું ત્યારે તેમના દર્શનાર્થીઓ અનેક ચારણોનું આવાગમન એમના સ્થિન તરફ નિરંતર થવા લાગ્યું. અને તેમના દર્શન હેતુંથી લોકો સમય જતા અહીં રાજસ્થાન ખાતે જ વસવાટ કરવા લાગ્યા. આવડ માતાએ તેમડા નામના રાક્ષસને માર્યો હતો. આથી તેમને તેમડેજી પણ કહેવામાં આવે છે. આવડ માતાનું મંદિર જેસલમેરથી 20 કિ.મી. એક દૂર પડાહી ઉપર આવેલ છે. 15મી સદીમાં અનેક લોકો વચ્ચે યુદ્ધ ચાલતા, લૂંટફાટ ચાલતી અને તેથી જ માતાએ સુઆપ ગામના ચારણ મેહાજીના ધર્મપત્ની ગર્ભમાંથી શ્રી કરણીજીના રૂપમાં અવતાર ધારણ કર્યો હતો. પાકિસ્તાનમાં આવેલ માતાજીના દર્શન કરવા જવા માટે ભારતથી તો નજીક પડે પણ પાકિસ્તાનમાં આ વિસ્તાર ખૂબ જ હાડમારીઓથી ભરેલો છે જેને તમે  ઉપરની તસ્વીરોમાં જોઈ શકો છો....જય હિંગલાજ માતાજી .

 हिंगलाज के इस मंदिर तक पहुँचना आसान नहीं है. मंदिर कराची से 250 किलोमीटर उत्तर पश्चिम में बलूचिस्तान प्रांत में स्थित है. हिंदू और मुसलमान दोनों ही इस मंदिर को बहुत मानते हैं. पाकिस्तान स्थित हिंगलाज सेवा मंडली हर साल लोगों को मंदिर तक लाने के लिए यात्रा आयोजित करती है. हिंगलाज सेवा मंडली की ओर से यात्रा के प्रमुख आयोजक वेरसीमल के देवानी कहते हैं कि मुसलमानों के बीच ये स्थान “बीबी नानी” या सिर्फ़ “नानी” के नाम से जाना जाता है.
शक्तिपीठ:हिंगलाज हिंदुओं के बावन शक्तिपीठों में से एक है. मंदिर काफ़ी दुर्गम स्थान पर स्थित है पौराणिक कथाओं के अनुसार भगवान शिव की पत्नि सती के पिता दक्ष ने जब शिवजी की आलोचना की तो सती सहन नहीं कर सकीं और उन्होंने आत्मदाह कर लिया. माता सती के शरीर के 52 टुकड़े गिरे जिसमें से सिर गिरा हिंगलाज में. हिंगोल यानी सिंदूर, उसी से नाम पड़ा हिंगलाज. हिंगलाज सेवा मंडली के वेरसीमल के देवानी ने बीबीसी को बताया कि चूंकि माता सती का सिर हिंगलाज में गिरा था इसीलिए हिंगलाज के मंदिर का महत्व बहुत अधिक है.कनफ़ड़ योगी:

इस पुरातन स्थान को फिर से खोजने का श्रेय जाता है कनफ़ड़ योगियों को. जिस हिंगलाज मंदिर में आज भी जाना मुश्किल है वहीं कई सौ साल पहले कान में कुंडल पहनने वाले ये योगी जाया करते थे. इस कठिन यात्रा के दौरान कई योगियों की मौत हो जाती थी जिनका पता तक किसी को नहीं चल पाता था. कहा जाता है कि इन्हीं कनफ़ड़ योगियों के भक्ति के तरीके और इस्लामी मान्यताओं के मिलने से सूफ़ी परंपरा शुरू हुई. सिंधी साहित्य का इतिहास लिखने वाले प्रोफ़ेसर एल एच अजवाणी कहते हैं, “ईरान से आ रहे इस्लाम और भारत से भक्ति-वेदांत के संगम से पैदा हुई सूफ़ी परंपरा जो सिंधी साहित्य का एक अहम हिस्सा है.”

कुछ धार्मिक जानकारों का मानना है कि रामायण में बताया गया है कि भगवान श्रीराम हिंगलाज के मंदिर में गए थे.

मान्यता है कि उनके अलावा गुरु गोरखनाथ, गुरु नानक देव और कई सूफ़ी संत भी इस मंदिर में पूजा अर्चना कर चुके हैं.

हिंगलाज का नाम मेरे लिए इतिहास, साहित्य और आस्था की आवाज़ थी मगर जब मैं हिंगलाज की यात्रा पर निकली तो यह क्षेत्र मेरे लिए प्रकृति और भूगोल की पुकार बन गया. कराची से वंदर, ओथल और अगोर तक की दो सौ पैंतालीस किलोमीटर की लंबी यात्रा के दौरान जंगल भी बदलते मंजरों की तरह मेरे साथ-साथ चल रहा था. हिंगलाज के पहाड़ी सिलसिले तक पहुँचते-पहुँचते हमने प्रकृति के चार विशालकाय दृश्यों को एक जगह होते देखा. यहाँ जंगल, पहाड़, नदी और समुद्र साथ-साथ मौजूद हैं. प्रकृति के इतने रंग कहीं और कम ही देखने को मिलते हैं.

हिंगलाज मुसलमानों के लिए ‘नानी पीर’ का आस्ताना और हिंदुओं के लिए हिंगलाज देवी का स्थान है.

लसबेला के हिंदुओं की सभा के लीला राम बताते हैं कि हिंदू गंगाजल में स्नान करें या मद्रास के मंदिरों में जाप करें, वह अयोध्या जाएँ या उत्तरी भारत के मंदिरों में जाकर पूजा-आर्चना करें, अगर उन्होंने हिंगलाज की यात्रा नहीं की तो उनकी हर यात्रा अधूरी है.

हिंगलाज में हर साल मार्च में हजारों हिंदू आते हैं और तीन दिनों तक जाप करते हैं. इन स्थानों के दर्शन करने वाली महिलाएँ हाजियानी कहलाती हैं और इनको हर उस स्थान पर सम्मान की दृष्टि से देखा जाता है जहाँ हिंदू धर्मावलंबी मौजूद हैं. हिंगलाज में एक बड़े प्रवेश द्वार से गुज़र कर दाख़िल हुआ जाता है. यहाँ ऊपर बाईं ओर पक्के मुसाफ़िरख़ाने बने हुए हैं. दाईं ओर दो कमरों की अतिथिशाला है. आगे पुख़्ता छतों और पक्के फ़र्श का विश्रामालय दिखाई देता है. मगर आपके ख़याल में यहाँ की आबादी कितनी होगी? अगर आप को आश्चर्य न हो तो यहाँ की कुल संख्या सैकड़े के आंकड़े से ज़्यादा नहीं है.

पाकिस्तान में स्थित कई प्राचीन हिंदू मंदिरों में से सबसे ज़्यादा महत्व जिन मंदिरों का माना जाता है उन्हीं में से एक है हिंगलाज माता का मंदिर. 


Thursday 14 June 2012

શું તમે જાણો છો કે કઈ કથા મહાભારતના ક્યા પર્વમાં આવે છે?

jay shree krishna

jay yogeshwar bhagawan



મહાભારત ભારતનો ન માત્ર મહાન ધાર્મિક ગ્રંથ છે પણ તે વિશ્વનું મહાન કાવ્ય છે. તેની રચના પાછળની કેટલીક રહસ્યમય વાતો છે તે જાણીએ..

- મહાભારત ખરેખર તો વેદવ્યાસે પહેલા 1 લાખ શ્લોકનો રચેલો ‘ભારત’નામનો ગ્રંથ છે. પણ પછી તેને સુર્યવંશ અને ચંદ્રવંશની આગળની કથા કરી 24 હજાર શ્લોક ઉમેર્યા હતા.

- આ પછી આ કથા તેના શિષ્યોમાં કંઠોપકંઠ પરંપરાથી નિર્માણ થતું રહ્યું. વ્યાસના ચાર શિષ્ય વૈશંપાયન, સૂત, જૈમિની અને પૈલે આ કથામાં આગળની કથા અને તેનું ભાષ્ય ઉમેરાતા.

- આ કથા પછી કંઠોપકંઠ પરંપરામાં મહાભારત આગળ વધતું ગયું. આખરે આજે આપણને દોઠેક લાખ શ્લોક પ્રાપ્ત થાય છે. જે પ્રકાશન ભેદે અલગ-અલગ હોઈ શકે છે.

- આપણને મહાભારત ઈ.સ. પૂર્વે 1200-300માં આધુનિક લિખિત અવસ્થામાં પ્રાપ્ત થયું



.શું તમે જાણો છો મહાભારતના કેટલા પર્વ છે અને તે બધા પર્વના શું નામ છે? જો ન જાણતા હોય તો ભારતીય હોવાને નાતે આપણને આટલી ખબર તો હોવી જ જોઈએ. અને તે દરેક પર્વનું સંક્ષેપ વિષયવસ્તુ પણ અમે જણાવ્યું છે. જે આપના જ્ઞાનમાં અપ્રતિમ વધારો કરશે. અને આ વાંચવાથી તમારામાં કોઈપણ ક્ષેત્રમાં વિજય મેળવવાનો ઉત્સાહ આવશે. (કઈ રીતે લખ્યું ગણેશજીએ મહાભારત જાણવા જુઓ રિલેટેડ).


પહેલું -આદિપર્વ છે જેમાં પરિચય અને કૌરવ અને પાંડવોની બાળ લીલાનું વર્ણન છે.

બીજું -સભાપર્વ છે. જેમાં કૌરવોનો દરબાર ભરાયેલ છે, શિશુપાલ વધ, ઈન્દ્ર પ્રસ્થનું નિર્માણ થાય છે, રાજસૂય યજ્ઞ અને પાંડવોના વન ગમનની વાત પણ અહીં થયેલી છે.

ત્રીજું -આરણ્યક પર્વ છે. જેમાં પાંડવોના વનમાં 12 વર્ષનું જીવન અને અર્જુનના તપથી શસ્ત્રો મેળવવા.

ચોથું -વિરાટ પર્વ છે. જેમાં રાજા વિરાટને ત્યાં પાંડવોનો અજ્ઞાત વાસ આલેખવામાં આવેલ છે. અર્જુને વ્યંઢળના રૂપમાં કૌરવો સામે લડે છે. ઉત્તરા અને અભિમન્યુના લગ્ન અને કિચક વધ લખાયેલો છે.

પાંચમું -ઉદ્યોગ પર્વ મહત્વનું પર્વ છે. તેમાં સેનાની રચના છે અને યુદ્ધની તૈયારી આલેખાયેલી છે.

છઠ્ઠું -ભિષ્મપર્વના નામે છે. મહાભારતના યુદ્ધના પહેલા દિવસની શરૂઆત, ભિષ્મ સેના પતિ છે અને તેથી કર્ણ નથી. ભિષ્મની વેદના અને તેની બુદ્ધિનો પ્રભાવ, કૃષ્ણની પ્રતિજ્ઞા તોડાવે છે. આ પર્વમાં જોવા મળે છે. ભિષ્મનું મૃત્યુ અને બાણ સૈયૈ સુધીનો ભાગ છે.

સાતમું -દ્રોણ પર્વ છે. તેમાં દ્રોણ સેના પતિ બની અને ચક્રવ્યૂહની રચના કરે છે. અભિમન્યુ, જયદ્રથ, દ્રોણ, વગેરે મહારથીનું મૃત્યુ થાય છે.

આઠમું -કર્ણપર્વ આ પર્વમાં યુદ્ધ શરૂ છે. કર્ણ સેનાપતિ બને છે. અને કર્ણ કૃષ્ણ સંવાદ ને કર્ણપાસેથી દાનમાં કવચકુંડળ લેવાય છે. અને પરસુરામના શ્રાપથી કર્ણનું મૃત્યુ થાય છે.

નવમું -શલ્ય પર્વ છે. યુદ્ધનો અંતિમ ભાગ છે. તેમાં ગદાયુદ્ધ કઈ રીતે થાય છે. તેનું શું શાસ્ત્ર છે તે વિસ્તારથી વર્ણવ્યું છે. શલ્ય તેનો સેનાપતિ છે.

દશમું -સૌપ્તિક પર્વ છે. જેમાં અશ્વસ્થામા પાંડવોના પાંચેય છોકરાઓને હણીનાખે છે. તેમાં અશ્વસ્થામાનો ઈતિહાસ વર્ણવી યુદ્ધની રાજનીતિ વર્ણવી છે. અને દ્રોપદી કૃષ્ણ સંવાદ પણ છે. દુર્યોધનને ગાંધારી પ્રથમ વખત જોઈ અને તેનું શરીર વજ્રનું કરે છે છત્તા કૃષ્ણ ભિમ સાથે યુદ્ધ કરાવડાવી અંતિમ યોદ્ધાનું મૃત્યુ થાય છે.

અગીયારમું -સ્ત્રીપર્વ છે. ગાંધારી, દ્રોપદી, કુન્તા અને ઉત્તરા રણમેદાન જોવા નીકળે છે. અને કરોડો સૈનિકોની સ્ત્રીઓનો વિલાપ હૃદય વિદારક છે. ગાંધારીનો વિલાપ હચમચાલવનારો છે. મુખ્ય ચારેય સ્ત્રીઓએ દિકરા ગુમાવ્ય છે તે પર ચર્ચા છે. ઉત્તરાના ગર્ભમાં અંતિમ ગાદિ વારસદાર પરિક્ષિત પલપી રહ્યો છે. તેની કૃષ્ણએ કરેલી રક્ષાની વાત આ પર્વમાં છે.

બારમું -શાંતિ પર્વ છે. તેમાં યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થાય છે. ભિષ્મ યુધિષ્ઠિરને રાજ્યકારભારની નીતિ કહે છે.

તેરમું - અનુશાસનપર્વ છે. જેમાં લાઈફ, રાજ્ય, કૃષિ, ઉદ્યોગ, ઘર, સંસાર, સ્ત્રી, પુરુષ વગેરે માટેનું મેનેજમેન્ટ ભિષ્મ દ્વારા કહેવાયું છે. અને સંક્રાન્તિના દિવસે તેનું મહાગમન થાય છે.

ચૌદમું –અશ્વમેઘિક પર્વ છે. પાંડવો રાજ લઈને દશે દિશામાં દિગ્વિજય માટે અશ્વમેઘયજ્ઞ કરે છે. તેમાં તે સમયની ભવ્યતાનું આલેખન છે.

પંદરમું -આશ્રમવાસિક પર્વ છે. જેમાં ધૃતરાષ્ટ્ર, ગાંધારી, કુન્તાનું વનમાં ચાલ્યા જાય છે. કૃષ્ણ દ્વારકા ચાલ્યા આવે છે. ત્યા પોતાની દ્વારકાનું અદ્ભૂત નિર્માણ છે.

સોળમું –મૌસૂલપર્વ છે. કૃષ્ણના દિકરાને દુર્વાસાનો શ્રાપ અને મૂસળ બની જવું. આ મૂસળથી યાદવોની પરસ્પર લડાઈ અને બળદેવજીનું મહાગમન.

સત્તરમું –મહાપ્રસ્થાન પર્વ છે. જેમાં કૃષ્ણનું મહાપ્રસ્થાન છે વિદુર અને ઉદ્ધવના કહેવાથી પાંડવોનું હિમાલય ગાળવા જવું.

અઢારમું –સ્વર્ગારોહણ પર્વ છે. જેમાં પાંડવોનું સ્વર્ગમાં જવું અને સ્વર્ગ વર્ણન તથા કળીકાળનું વર્ણન.

આ રીતે મહાભારત અઢાર પર્વમાં રચાયેલું છે. જે વિશ્વના મહાન એપિક-મહાકાવ્યોમાનું મહાનતમ મહાકાવ્ય છે.(મહાભારતની રચના કોણે-કોણે કરી જાણવા જુઓ રિલેટેડ) જેના માટે એમ કહેવાય છે કે- ‘યન્ન ભારતે તન્ન ભારતે’ અર્થાત્ જે મહાભારતમાં નથી તે ક્યાંય નથી. કોઈ વિષય અહીં આવ્યો હોય તેવો નથી. એક સમયનું ઈન્સઈક્લોપિડીયાકહેવાય છે.