મારા બીજા બ્લોગ્સ જોવા માટે (હસમુખ ગઢવી )નામની ઉપર ક્લિક કરો

આપનો અભિપ્રાય મને કોમેન્ટ બોક્ષ માં આપજો જય માતાજી

HASMUKH B GADHAVI AHMEDABAD ( GUJARAT)

JASHODANAGAR 9158880792

Wednesday 15 August 2012

કારગિલ યુદ્ધ

કારગિલ યુદ્ધમાં કેટલાય ગુજરાતી દીકરાઓએ શહાદત વહોરેલી. એમણે પરિવારજનોને લખેલા પત્રોમાં એમની ઝિંદાદિલ છબી ઝિલાય છે...

   અમદાવાદથી મૂળી તાલુકા (સુરેન્દ્રનગર જિલ્લા)ના આર્મીમેન દિલીપસિંહ ચૌહાણને બધા નાનપણના ભેરુ તરીકે માત્ર ‘દિલુ’ કહીને સંબોધતા ટીકર ગામના એક ભાઈ  કહે છે, ‘વીસમી જૂન, ૧૯૯૯એ દિલુને ટીકરના સ્મશાનમાં અગ્નિદાહ અપાયો તે દિવસે આખું ગામ બંધ રહ્યું હતું અને સ્મશાનમાં પાંચસો માણસો ભેગા થઇ ગયા હતા. બીજા દિવસે હું દિલુ સાથેના દિવસો સંભારતો હતો ત્યાં ટપાલી આવ્યો અને તેણે દિલુનો લખેલો ઇનલેન્ડ લેટર આપ્યો. મને જાણે દિલુ મળી ગયા જેવો હરખ થયો.

એ પત્રમાં દિલુએ વર્લ્ડ-કપમાંથી ભારત ફેંકાઇ ગયું એટલે મેચની મજા મરી ગઇ છે એમ લખેલું. બધાને યાદ કરેલા. પોતે નિયમિત જવાબ ન આપી શકે તો પણ અમારે સમયસર પત્રો લખવાની ભલામણ કરેલી. હું આગલે દી જ તેની સ્મશાનયાત્રામાં જઇ આવ્યો હતો. હવે દિલુને ક્યાં પત્ર લખું?’
હા, એ ૧૯૯૯ના અને પાકિસ્તાનના કારણે જન્મેલા કારગિલ કાંડના દિવસો હતા અને આખો દેશ ઊભડક જીવે જીવતો હતો. રોજ ધ્રાસકો આપતા ખબર માધ્યમો થકી આવતા હતા અને તેમાં ગુજરાતી સૈનિકોની શહીદીના સમાચાર પણ મળતા હતા.

એ શહીદોને યાદ કરવા માટે ૧૫મી ઓગસ્ટના આ દેશદાઝવાળા માહોલથી યોગ્ય અવસર કયો મળવાનો? કપડવંજ તાલુકાના નિરમાલી ગામના દિનેશ મોહનભાઇ પણ કારગિલમાં શહીદ થયા હતા. તેમણે શહીદ થતાં પહેલાં એક પત્ર લખેલો. માતા-પિતાને લખેલા એ પત્રમાંના કેટલાક શબ્દો આ પ્રમાણે છે: ‘હું કાંઇ નાનો કીકલો થોડો છું, તે મારી ચિંતા કર્યા કરો છો? મારી સાથે તમારો પ્યાર, તમારા આશીર્વાદ અને બજરંગબલિનો સાથ છે ત્યાં સુધી દુનિયાની કોઇ તાકાત મારું કાંઇ જ બગાડી નહીં શકે અને હવે પછી મારી ચિંતા છોડી દેજો.’

પણ દિનેશે દ્રાસ સેક્ટરમાં લડતાં લડતાં દુનિયા જ છોડી દીધી. તેમનું પોસ્ટિંગ આ સેક્ટરમાં થયું હતું એ વિશે તેમણે મા-બાપને જણાવ્યું જ નહોતું. તેમના મૃત્યુ પછી જ તેમના ઘરના લોકોને આ બાબતની જાણ થઇ. પુત્રની વીરગતિના સમાચાર બાદ માતા સમુબહેન હોશકોશ ગુમાવી બેઠાં હતાં. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારના મુકેશ રાઠોડનો અંતિમ પત્ર પણ તેમના મોત પછી ઘર પહોંચ્યો. તેમણે પણ પરિવારજનોને ચિંતા ન કરવા કહ્યું હતું અને પોતે મહિનાની રજા લઇને ઘરે આવી રહ્યા છે એવા ખુશખબર પત્રમાં લખ્યા હતા. કારગિલ મોરચે લડતાં લડતાં ચોથી જૂને લાપતા થયેલા મુકેશનો મૃતદેહ ૨૬ જૂને મળ્યો. મૃતદેહ અત્યંત ખરાબ થઇ ગયો હોવાથી તેને અમદાવાદ લાવવાને બદલે શ્રીનગર ખાતે જ તેની અંતિમવિધિ કરી દેવામાં આવી હતી.

સૌરાષ્ટ્રના મહિપતસિંહ અને અશોકસિંહ પછી શહીદ થયેલા આ ચાર જવાનોમાંના દિલીપસિંહ ચૌહાણ એસએસસી પાસ કરીને આર્મીમાં ડ્રાઇવર બનવાની ખ્વાહશિ ધરાવતા હતા. એ માટેની પરીક્ષામાં પ્રથમ પ્રયાસમાં જ પાસ થઇ ગયા પછી છેલ્લાં બે વર્ષથી આસામના રંગાપુર વિસ્તારની તેજપુર રેજિમેન્ટમાં હતા. મિલિટરીનાં વાહનો દ્વારા માલસમાન અને શસ્ત્રસરંજામ લઇ જવાની કામગીરી દિલીપસિંહ ચૌહાણે અવારનવાર બજાવી હતી. જૂનના બીજા અઠવાડિયામાં તેમને સરહદ પર શસ્ત્રસરંજામ પહોંચાડવાની એક કામગીરી સોંપાઇ હતી. રસ્તો બહુ કઠિન હતો. ખીણની ધાર પર ટ્રક ચલાવવાની હતી. દિલીપસિંહના પિતા ડાહ્યાભાઇ ચૌહાણ કહે છે, ‘એ લોકો આઠ વાહનોનો કોન્વોય લઇને નીકળ્યા હતા.

દિલીપ આર્મીની એક ટ્રક ચલાવતો હતો. તેઓ શસ્ત્રસરંજામ અને માલસામાન પહોંચાડીને પાછા ફરતા હતા તેમાં દિલીપની ટ્રક ત્રીજી હતી. એ રસ્તો એટલો જોખમી હતો કે તેના પર ગાડી ચલાવવા માટે ડ્રાઇવર તરીકેની આવડત ઉપરાંત નસીબના સાથની પણ જરૂર પડે, પણ નસીબે દિલીપસિંહને દગો દીધો અને તેનું વાહન સ્લિપ થયું. દિલીપનો મૃતદેહ લાવનારા આર્મી ઓફિસર અશોકકુમાર બાલીએ અમને કહ્યું, ‘અકસ્માત થતાં દિલીપ જે વાહન ચલાવતો હતો તે ચારસો ફૂટ ઊંડી ખીણમાં જઇ પડ્યું, પણ દિલીપ ફંગોળાઇને સો ફૂટ ઊંડે ખીણમાં પડ્યો હતો. આર્મીવાળાએ તેને બહાર કાઢ્યો ત્યારે તે ભાનમાં હતો, પણ લોહી વહેતું હતું. તેને તરત સારવાર અપાઇ, પણ ૧૬મી જૂને તેણે શ્વાસ મૂકી દીધો.’

દિલીપસિંહ દુશ્મનની સામે લડતાં લડતાં નથી મર્યા, પરંતુ તેમણે સરહદે પહોંચાડેલાં શસ્ત્રો છેવટે તો દુશ્મનોને જ ખતમ કરવા માટેનાં હતાં. મોરચે લડતાં સૈનિકો જ શહીદ થાય છે એવું નથી. આવી રીતે પડદા પાછળ રહીને કામ કરનારા અનેક લોકો પણ દેશની રક્ષાના કાર્યમાં ખતમ થઇ જાય છે. તેમનાં પરિવારજનો માટે તેમનું મોત પણ મોરચે લડતા શહીદના મોત જેટલું જ દુ:ખદ છતાં ગૌરવપ્રદ હોય છે.

લશ્કરની ત્રણેય પાંખમાં ડ્યુટી પર જાન ગુમાવનારાને શહીદ તરીકેનું સન્માન અપાય છે. ગુજરાત સરકારે પણ કારગિલના શહીદોની જેમ જ શહીદ દિલીપસિંહ ચૌહાણના પરિવારને પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. દિલીપસિંહનો નાનો ભાઇ અજિત કહે છે, ‘મારે પણ આર્મીમાં જવું હતું, પણ દિલુ આર્મીમાં જોડાતાં તેણે પિતાને ખેતીમાં મદદ કરવા માટે મને કહ્યું એટલે હું આર્મીમાં ન જોડાયો. હવે ઘરની જવાબદારી મારી પર છે, એટલે ભવિષ્યમાં શું કરીશ એ નક્કી નથી.’

૧૯૯૫માં આર્મીમાં જોડાયેલા દિલીપસિંહે બે વર્ષ પહેલાં જ, ૧૯૯૭માં, નારીચાણા ગામના જશુભાઇ રાજપૂતનાં દીકરી મૈયાબહેન સાથે લગ્ન કર્યા હતાં. બે જ વર્ષમાં મૈયાબહેનને ‘શહીદનાં વિધવા’ બનવું પડ્યું છે. ટ્રેજેડી તો એ છે કે તેમણે દોઢ માસ પહેલાં જ જન્મ આપેલા બાળકનો ચહેરો જોયા વગર જ દિલીપસિંહ શહીદ થઇ ગયા. દિલીપસિંહના મિત્રકહે છે, ‘દોઢેક મહિના અગાઉ મેં ખાસ બે વખત દિલુને મારાં લગ્નમાં તેડાવેલો ત્યારે તે દસ દિવસની રજા લઇને આવેલો. લગ્ન પછી પાંચમીએ ગયો અને સાતમીએ તે ડ્યુટી પર જવા આસામ નીકળી ગયો. પ્રથમ સુવાવડ હોવાથી પત્ની પિયરમાં હતી તેથી તે પુત્રનું મોઢું જોવા પણ જઇ શક્યો નહોતો.’

દરેક મૃત્યુ સાથે એક ટ્રેજેડી જન્મતી હોય છે, પણ શહીદના કિસ્સામાં એ બેવડાઇ જાય છે. જે ટ્રિપમાં દિલીપસિંહ શહીદ થયા એ ટ્રિપ પર જતાં પહેલાં તેમને બોલાવીને આર્મીના અધિકારીએ તેમને બદલીનો ઓર્ડર આપ્યો હતો. ડ્યુટી બજાવીને આવ્યા પછી દિલીપસિંહે રાજસ્થાનનો ચાર્જ સંભાળવા ચાલ્યા જવાનું હતું પણ... બદલીના ઓર્ડર સાથે ઉપરી અધિકારીએ આપેલી શુભેચ્છા પ્રેઝન્ટ જેવી કી-ચેન, ડાયરી વગેરે દિલીપસિંહના મૃતદેહ સાથે ટીકર લવાઇ હતી. એ વસ્તુઓ જોતાં જ દૂર ક્યાંક એક અવાજનો પડઘો કાયમ પડતો રહેશે: કુછ યાદ ઉન્હેં ભી કર લો, જો લૌટ કે ઘર ના આયે!


જય જવાન જય કિશાન  

સ્પેશિયલ જોક

એક ઉંઘણશી ભીખારીની ભીખ માંગવાની પરાકાષ્ટા
એક સૂઇ રહેલા ભીખારીએ એક બોર્ડ લટકાવ્યું હતું.

'' મહેરબાની કરીને, સિક્કા ફેંકતી વખતે અથવા તો નોટની ઓફર કરતી વખતે અવાજ કરવો ન
 હીં...''





ચીમનની પત્નીને લઇને ભાગી ગયો ટ્રક ડ્રાઇવર
ચંદુઃ ટ્રક જોઇને તું કેમ ધ્રુજવા લાગે છે?

ચીમનઃ એક ટ્રક ડ્રાઇવર મારી પત્નીને લઇને ભાગી ગયો હતો, દરેક વખતે એવું લાગે છે કે, તે મારી પત્નીને પાછી મુકવા આવી રહ્યો છે








Comment
 

ભુરા માટે મા-બાપ નહીં પત્ની મહત્વની
ભુરાને જેલને ફાંસીની સજા ફટકારવામાં આવી. જેલરે ફાંસી પર લટકાવતા પહેલાં તેને પૂછ્યું

જેલરઃ ફાંસી પહેલાં તું કોઇને મળવા માંગે છે?

ભુરોઃ હાં, મારી પત્નીને

જેલરઃ કેમ, માતા-પિતાને નહીં મળે?

ભુરોઃ માતા-પિતા તો આવતો જન્મ થતાંની સાથે જ મળવાનાં છે, પત્ની માટે 21 વર્ષ રાહ જોવી પડશે.



લફરેબાજ યુવકની નવાનિશાળિયાઓને સલાહ
એક લફરેબાજ યુવકો કોલેજના નવા નિશાળિયાઓ કે જે છોકરી પટાવવા પ્રયત્ન કરી રહ્યાં હતાં તેમને સલાહ આપવા બેઠો...

જુઓ મિત્રો બે પ્રકારના લોકો

જે છોકરી પાછળ હું પડ્યો હોવ તેમાં ક્યારેય પ્રયત્ન ના કરતાં

કારણ કે,

એ તમારાથી ક્યારેય નહીં પટે

અને બીજુ

એ છોકરીને ક્યારેય ના પટાવતાં જેની પાછળ હું ના લાગ્યો હોવ

કારણ કે,

જે મારાથી નહીં પટે એ તમારા કોઇથી તો નહીં જ પટે....



પપ્પુએ મિત્રોને જણાવ્યો કાલમુઆહનો અર્થ
મિત્રોઃ યાર, તું જ્યારે પણ તારી ગર્લફ્રેન્ડને ફોન કરે છે ત્યારે કાલમુઆહ કેમ કહે છે?

પપ્પુઃ સાંભળો, જો હું તેને ફોન પર એમ કહું કે મુઆહ... તો સમજવું કે હું તને આજે કીસ કરીશ..

અને

તેને ફોન પર એમ કહું કે કલમુઆહ.... તો સમજવું કે હું તને વચન આપું છું કે હું કાલે પણ તને કીસ કરીશ.


અરીસા સામે ઉભેલી એ વ્યક્તિ કોણ?
પપ્પુ અરીસા સામે ઉભો રહ્યો અને વિચારવા લાગ્યો, '' આ વ્યક્તિને મેં ક્યાંક જોયો છે, પણ ક્યાં?''

કલાકો વિચાર્યા બાદ પપ્પુ બોલ્યો,'' અરે યાર, આ તો એ જ વ્યક્તિ છે જે મારી પત્ની સાથે પરણ્યો છે.''





આપણે પાણી શા માટે પીએ છીએ?
એક શિક્ષકે ક્લાસમાં વિદ્યાર્થીઓને પાણી અંગે પ્રશ્ન પૂછ્યો હતો.

શિક્ષકઃ આપણે પાણી શા માટે પીએ છીએ?

ભુરોઃ કારણ કે, સાહેબ આપણે તેને ખાઇ શકતા નથી.





પતિનો એક જવાબ ને પત્નીનું ઉતરી ગયું મોઢું
પત્ની પતિના મિત્ર અને તેની પત્ની અંગે વાત કરી રહી હતી

પત્નીઃ તમે શા માટે તમારા મિત્રને સલાહ ના આપી કે આ યુવતિ તેમની પત્ની બનવા માટે લાયક નથી?

પતિઃ કારણ કે, તેણે મારા લગ્ન વખતે મને સલાહ નહોતી આપી!





'એક થા ટાઇગર' પર સ્પેશિયલ જોક
ભુરા પર છવાઇ એક થા ટાઇગરની અસર. મિત્રો સાથે બેસેલા ભુરાએ મિત્રોને કહ્યું

ભુરોઃ મિત્રો, લગ્ન પહેલા પુરુષો હોય છે, 'ટાઇગર'

મિત્રોઃ લગ્ન પછી?

ભુરોઃ લગ્ન પછી, 'એક થા ટાઇગર'


પપ્પુનો ટકો ફૂટી ગયો, થઇ લોહીની ધાર
પપ્પુના કપાળ પરથી લોહી નીકળતું જોઇને મિત્રો કારણ પૂછ્યું

પપ્પુએ પોતાની વ્યથા સંભળાવતા કહ્યું કે, હું હાથથી પથ્થર તોડી જ રહ્યો હતો ત્યાં કોઇક બોલ્યું કે ક્યારેક તો દિમાગનો ઉપયોગ કર...





વગર ટીકીટે મુસાફરી, પેસેન્જરે ફેરવી નાંખ્યું ટીટીનું માથું
ટીટીઃ ટીકીટ બતાવો?

પેસેન્જરઃ ટીકીટ નથી

ટીટીઃ વગર ટીકીટે ટ્રેનમાં બેસવાની મનાઇ છે

પેસેન્જરઃ તો પછી હું ટ્રેનમાં સૂઇ જાવ છું

કેટલા પ્લેનેટ્સ છે? પપ્પુનો માથા તોડ જવાબ
એક શિક્ષકે પ્લેનેટ્સ અંગે વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછ્યો હતો

શિક્ષકઃ કેટલા પ્લેનેટ્સ છે?

પપ્પુઃ માર્સ, વિનસ, જ્યુપિટર

શિક્ષકઃ ગુડ, ઓર બતાઓ?

પપ્પુઃ આમ તો બધુ સારું છે, તમે બતાવો તમારે કેમ છે?


ભૂતોની તસવીરો!


કેમેરામાં કેદ થઈ ગઈ ભૂતોની ખતરનાક તસવીરો!

રાતમાં રસ્તા પર ચાલતા સમયે કોઈ વસ્તુ સાથે અથડાવવાની સાથે જ કોઈ ભૂત-પ્રેત હોવાનો આભાસ થાય છે.

પરંતુ ઘણા વૈજ્ઞાનિકોના પ્રયોગોમાં ભૂત-પ્રેત છે કે નથી તેને લઈને ઘણા તારણો આપવામાં આવ્યા છે. જ્યારે ઘણીવાર કેમેરામાં કેદ કરવામાં આવેલા આત્માઓના ફોટાઓને લીધે ઘણી વિરોધી બાબતો સામે આવે છે.

તમારી સામે જે તસવીર છે તેમાં સ્પષ્ટ દેખાય છે કે તે ભૂત અથવા આત્મા છે. તો પણ ઘણા વૈજ્ઞાનિક ભૂતો છે તેવી ધારણાને નકારી રહ્યા છે. હવે આ તસવીરોમાં કેદ થયેલા ભૂતો વિશે તેઓ શું કહેશે.
કેમેરામાં કેદ થઈ ગઈ ભૂતોની ખતરનાક તસવીરો!
આ તસવીર 1959માં ઓસ્ટ્રેલિયામાં લેવામાં આવી હતી. આ ફોટામાં એક મહિલાએ સફેદ કપડા પહેર્યા છે અને તેણે પોતાના ચહેરાને બંને હાથથી પકડી રાખ્યો છે. 
કેમેરામાં કેદ થઈ ગઈ ભૂતોની ખતરનાક તસવીરો!
પગથીયા ચડતુ આ ભૂત યુદ્ધમાં મરેલા એક સૈનિકનું હોવાનુ માનવામાં આવી રહ્યું છે.
  
કેમેરામાં કેદ થઈ ગઈ ભૂતોની ખતરનાક તસવીરો!
સમરસેટ, ઈંગ્લેન્ડમાં લેવામાં આવેલી આ તસવીર 1987ની છે. આ તસવીરમાં એક મહિલાની બાજુની સીટ પર ભૂત દેખાય છે. 
 
કેમેરામાં કેદ થઈ ગઈ ભૂતોની ખતરનાક તસવીરો!
1957માં નોર્ફોલ્ક, બ્રિટ્નના એક ચર્ચમાં પ્રાર્થના કરવા આવેલી ડાઈને બ્રેથોલ્ટ એકલી ન હતી, પણ તેની સાથે કોઈ બીજું પણ હતું જે કેમેરામાં કેદ થઈ ગયુ હતું. 
 
કેમેરામાં કેદ થઈ ગઈ ભૂતોની ખતરનાક તસવીરો!
1940માં પાડવામાં આવેલી આ તસવીરમાં એક બાળકીની ઝાંખી તસવીર નજરે પડી રહીં છે. કહેવામાં આવે છે કે આ તસવીર તે બાળકીની આત્માની હતી. 
 
કેમેરામાં કેદ થઈ ગઈ ભૂતોની ખતરનાક તસવીરો!
રોબર્ટ એ ફર્ગુસન જ્યારે 16 નવમ્બર 1968ના રોજ કેલિફોર્નિયામાં લેક્ચર આપી રહ્યા હતા, ત્યારે આ તસવીર પાડવામાં આવી હતી. પછી જ્યારે આ તસવીર તૈયાર થઈને આવી ત્યારે લોકોને ખબર પડી હતી કે તેની સાથે તેના ભાઈની આત્મા ઊભી હતી. 
 
કેમેરામાં કેદ થઈ ગઈ ભૂતોની ખતરનાક તસવીરો!
બે મરી ગયેલા સૈનિકોની આ આત્મા સમુદ્રની લહેરો ઉપર દેખાય હતી. પનામા નહેર પાર કરતા સમયે આ તસવીર 1924માં લેવામાં આવી હતી.
 
 
 
 

રાણી લક્ષ્મીબાઈ

રાણી લક્ષ્મીબાઈ મરાઠા શાસિત ઝાંસી રાજ્યની રાણી હતી. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની આ વીરાંગનાનો જન્મ વારાણસી જિલ્લાના ભદૈની નગરમાં થયો હતો.તેમનું સાચુ નામ મણિકર્ણિકા છે પણ તેમને સૌ પ્રેમથી મનુ કહીને બોલાવતા હતા.

તેમની માતાનું નામ ભાગીરથી બાઈ અને પિતાનું નામ મોરોપંત તાબે હતું. મોરોપંત એક મરાઠા હતા અને મરાઠા બાજીરાવની સેવામાં હતા. લક્ષ્મીબાઈના માતા ભાગીરથી બાઈ એક સુસંસ્કૃત, બુધ્ધીશાળી અને ધાર્મિક મહિલા હતા. રાણી લક્ષ્મીબાઈ એટલે કે મનુ ચાર વર્ષની હતી ત્યારે જ તેની માતાનું અવસાન થતાં ઘરમાં તેની સાર સંભાળ લેનારુ કોઈ ન હતુ. તેથી તેના પિતા તેને બાજીરાવના દરબારમાં લઈ જતા. સુંદર અને ચંચળ મનુએ ત્યાં સૌનું મન મોહી લીધુ અને લોકો તેને પ્રેમથી 'છબીલી' કહેવા લાગ્યા.

લક્ષ્મીબાઈએ નાની ઉમંરમાં જ સાબિત કરી દીધુ કે તેઓ માત્ર એક સારા સેનાપતિ જ નહી પરંતુ કુશળ શાસક પણ છે.તેઓ મહિલાઓને અધિકાર સંપન્ન બનાવવાના પ્રબળ પક્ષકાર હતા. તેમણે પોતાની સેનામાં મહિલાઓની પણ ભરતી કરી હતી.

આજે પોતાને મહિલા સશક્તિકરણના આગેવાન ગણાવનારાઓ પણ સ્ત્રીઓને લશ્કરમાં મોકલવાના વિરોધમાં છે આવા લોકો માટે રાણી લક્ષ્મીબાઈ એક ઉદાહરણ છે કે જો મહિલાઓ ઈચ્છે તો કોઈપણ મંઝીલ હાંસલ કરી શકે છે.



રાણી લક્ષ્મીબાઈના એવા રહસ્યો જેનાથી તમે કદાચ અજાણ હશો
મનુએ બાળપણમાં શાસ્ત્રોની સાથે શસ્ત્રોની પણ શિક્ષા લીધી હતી. 1842માં ઝાંસીના રાજા ગંગાધર રાવ નિવાલકર સાથે તેમના લગ્ન થતાં તેઓ ઝાંસીની રાણી બન્યા. લગ્ન બાદ તેમનું નામ લક્ષ્મીબાઈ રાખવામાં આવ્યું. 1851માં તેમણે એક પુત્રને જન્મ આપ્યો પણ ચાર માસની ઉંમરમાં જ તેનું મૃત્યુ થયું. 1853માં રાજા ગંગાધર રાવની તબિયત અત્યંત કથળતા તેમને પુત્ર દત્તક લેવાની સલાહ આપવામાં આવી. તેમણે એક પુત્ર દત્તક લઈ તેનુ નામ દામોદર રાવ રાખ્યું. પુત્ર દત્તક લીધા બાદ 21 નવેમ્બર 1853માં રાજા ગંગાધર રાવનું અવસાન થયું. 
રાણી લક્ષ્મીબાઈના એવા રહસ્યો જેનાથી તમે કદાચ અજાણ હશો
ઝાંસી 1857ના સંગ્રામનું એક પ્રમુખ કેન્દ્ર બની ગયું જ્યાં હિંસા ફાટી નીકળી. રાણી લક્ષ્મીબાઈએ ઝાંસીની સુરક્ષા મજબુત બનાવવી શરૂ કરી અને એક સ્વયંસેવક સેનાની રચના કરી. આ સેનામાં મહિલાઓની ભરતી કરવામાં આવી અને તેમને યુધ્ધનું પ્રશિક્ષણ પણ અપાયું. સામાન્ય જનતાએ પણ આ સંગ્રામમાં સહયોગ આપ્યો. 
રાણી લક્ષ્મીબાઈના એવા રહસ્યો જેનાથી તમે કદાચ અજાણ હશો
1857ના સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં પાડોશી ઓરછા અને દતિયા રાજ્યના રાજાઓએ ઝાંસી પર આક્રમણ કરી દીધું. રાણીએ સફળતા પૂર્વક એ આક્રમણ નિષ્ફળ બનાવ્યું. 1858ના જાન્યુઆરીમાં અંગ્રેજોના લશ્કરે ઝાંસી તરફ કૂચ કરી અને માર્ચમાં શહેરને ઘેરી લીધું. બે અઠવાડીયાની લડાઈ બાદ અંગ્રેજોએ ઝાંસી પર કબ્જો કરી લીધો. રાણી દામોદર રાવ સાથે અંગ્રેજોથી ભાગવામા સફળ રહી. રાણી ઝાંસીથી ભાગીને કાલપી પહોંચી અને તાત્યા ટોપેને મળી. તાત્યા ટોપે અને રાણીની સંયુક્ત સેનાઓએ ગ્વાલિયરના વિદ્રોહી સૈનિકોની મદદથી ગ્વાલિયરના એક કિલ્લા પર કબ્જો કરી લીધો. 17 જૂન 1858ના રોજ ગ્વાલિયર પાસે કોટા-કી-સરાયમાં અંગ્રેજો સામે લડતા લડતા રાણી લક્ષ્મીબાઈ શહિદ થયા.લડાઈના રિપોર્ટમાં બ્રિટીશ જનરલ હ્યુરોજે લખ્યું કે રાણી લક્ષ્મીબાઈ પોતાની "સુંદરતા, ચાલાકી અને દ્રઢતા માટે ઉલ્લેખનિય" અને "વિદ્રોહિ નેતાઓમાં સૌથી ખતરનાક" હતી. 

રાણી લક્ષ્મીબાઈના એવા રહસ્યો જેનાથી તમે કદાચ અજાણ હશો
14 માર્ચ 1857થી આંઠ દિવસ સુધી રાણીના કિલ્લામાંથી તોપો આગ ઓકતી રહી. અંગ્રેજ સેનાપતિ હ્યુરોજ લક્ષ્મીબાઈનું ચંડી સ્વરૂપ અને કિલ્લેબંધી જોઈને દંગ રહી ગયો.રણચંડી બનેલી રાણી પીઠ પર દત્તક પૂત્ર દામોદર રાવને બાંધીને ભયંકર યુધ્ધ કરતી રહી. ઝાંસીની નજીવી સેનાએ રાણીને સલાહ આપી કે તેઓ કાલપી તરફ નીકળી જાય. ઝલકારી બાઈ અને મુંદર સખીઓએ પણ રણભુમીમાં ખૂબ કૌવત બતાવ્યું. પોતાના ચાર-પાંચ વિશ્વાસુ ઘોડેસવારોને લઈને રાણી કાલપી તરફ આગળ વધી. કેપ્ટન વોકરે તેમનો પીછો કર્યો અને તેમને ઘાયલ કરી દીધા.
રાણી લક્ષ્મીબાઈના એવા રહસ્યો જેનાથી તમે કદાચ અજાણ હશો
22મે 1857ના રોજ ક્રાતિકારીઓએ કાલપી છોડી ગ્વાલિયર જવું પડ્યું. 17 જૂને ફરી યુધ્ધ થયુ. રાણીના ભયંકર પ્રહારો સામે અંગ્રેજોએ પીછેહઠ કરવી પડી. મહારાણીનો વિજય થયો, પણ 18 જૂને સ્વયં હ્યુરોજે યુધ્ધમાં જપંલાવ્યું. લક્ષ્મીબાઈએ દામોદર રાવને રામચંદ્ર દેશમુખને સોંપી દીધો. રાણીનો ઘોડો સોનરેખા નાળાને પાર ન કરી શક્યો. ત્યારે જ એક સૈનિકે પાછળથી રાણી પર તલવારનો એવો ઘા કર્યો કે તેમના માથાનો જમણો ભાગ કપાઈ ગયો અને આંખ બહાર નીકળી આવી. ઘાયલ થયા બાદ પણ રાણીએ તે અંગ્રેજને પતાવી નાખ્યો અને પોતાના પ્રાણ ત્યાગી દીધા. 18 જૂન, 1858ના રોજ બાબા ગંગાદાસની ઝુંપડી કે જ્યાં રાણીએ શ્વાસ છોડ્યા ત્યાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

'' મરદો  સમી એ માનુની પણ હતી અમ હિન્દુસ્તાન માં !

''અમ દેશ ની એ આર્ય રમણી આજ અમર છે ઈતિહાસ માં  !

જય માતાજી 

હસું ગઢવી 

જશોદાનગર