મારા બીજા બ્લોગ્સ જોવા માટે (હસમુખ ગઢવી )નામની ઉપર ક્લિક કરો

આપનો અભિપ્રાય મને કોમેન્ટ બોક્ષ માં આપજો જય માતાજી

HASMUKH B GADHAVI AHMEDABAD ( GUJARAT)

JASHODANAGAR 9158880792

Wednesday 15 August 2012

રાણી લક્ષ્મીબાઈ

રાણી લક્ષ્મીબાઈ મરાઠા શાસિત ઝાંસી રાજ્યની રાણી હતી. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની આ વીરાંગનાનો જન્મ વારાણસી જિલ્લાના ભદૈની નગરમાં થયો હતો.તેમનું સાચુ નામ મણિકર્ણિકા છે પણ તેમને સૌ પ્રેમથી મનુ કહીને બોલાવતા હતા.

તેમની માતાનું નામ ભાગીરથી બાઈ અને પિતાનું નામ મોરોપંત તાબે હતું. મોરોપંત એક મરાઠા હતા અને મરાઠા બાજીરાવની સેવામાં હતા. લક્ષ્મીબાઈના માતા ભાગીરથી બાઈ એક સુસંસ્કૃત, બુધ્ધીશાળી અને ધાર્મિક મહિલા હતા. રાણી લક્ષ્મીબાઈ એટલે કે મનુ ચાર વર્ષની હતી ત્યારે જ તેની માતાનું અવસાન થતાં ઘરમાં તેની સાર સંભાળ લેનારુ કોઈ ન હતુ. તેથી તેના પિતા તેને બાજીરાવના દરબારમાં લઈ જતા. સુંદર અને ચંચળ મનુએ ત્યાં સૌનું મન મોહી લીધુ અને લોકો તેને પ્રેમથી 'છબીલી' કહેવા લાગ્યા.

લક્ષ્મીબાઈએ નાની ઉમંરમાં જ સાબિત કરી દીધુ કે તેઓ માત્ર એક સારા સેનાપતિ જ નહી પરંતુ કુશળ શાસક પણ છે.તેઓ મહિલાઓને અધિકાર સંપન્ન બનાવવાના પ્રબળ પક્ષકાર હતા. તેમણે પોતાની સેનામાં મહિલાઓની પણ ભરતી કરી હતી.

આજે પોતાને મહિલા સશક્તિકરણના આગેવાન ગણાવનારાઓ પણ સ્ત્રીઓને લશ્કરમાં મોકલવાના વિરોધમાં છે આવા લોકો માટે રાણી લક્ષ્મીબાઈ એક ઉદાહરણ છે કે જો મહિલાઓ ઈચ્છે તો કોઈપણ મંઝીલ હાંસલ કરી શકે છે.



રાણી લક્ષ્મીબાઈના એવા રહસ્યો જેનાથી તમે કદાચ અજાણ હશો
મનુએ બાળપણમાં શાસ્ત્રોની સાથે શસ્ત્રોની પણ શિક્ષા લીધી હતી. 1842માં ઝાંસીના રાજા ગંગાધર રાવ નિવાલકર સાથે તેમના લગ્ન થતાં તેઓ ઝાંસીની રાણી બન્યા. લગ્ન બાદ તેમનું નામ લક્ષ્મીબાઈ રાખવામાં આવ્યું. 1851માં તેમણે એક પુત્રને જન્મ આપ્યો પણ ચાર માસની ઉંમરમાં જ તેનું મૃત્યુ થયું. 1853માં રાજા ગંગાધર રાવની તબિયત અત્યંત કથળતા તેમને પુત્ર દત્તક લેવાની સલાહ આપવામાં આવી. તેમણે એક પુત્ર દત્તક લઈ તેનુ નામ દામોદર રાવ રાખ્યું. પુત્ર દત્તક લીધા બાદ 21 નવેમ્બર 1853માં રાજા ગંગાધર રાવનું અવસાન થયું. 
રાણી લક્ષ્મીબાઈના એવા રહસ્યો જેનાથી તમે કદાચ અજાણ હશો
ઝાંસી 1857ના સંગ્રામનું એક પ્રમુખ કેન્દ્ર બની ગયું જ્યાં હિંસા ફાટી નીકળી. રાણી લક્ષ્મીબાઈએ ઝાંસીની સુરક્ષા મજબુત બનાવવી શરૂ કરી અને એક સ્વયંસેવક સેનાની રચના કરી. આ સેનામાં મહિલાઓની ભરતી કરવામાં આવી અને તેમને યુધ્ધનું પ્રશિક્ષણ પણ અપાયું. સામાન્ય જનતાએ પણ આ સંગ્રામમાં સહયોગ આપ્યો. 
રાણી લક્ષ્મીબાઈના એવા રહસ્યો જેનાથી તમે કદાચ અજાણ હશો
1857ના સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં પાડોશી ઓરછા અને દતિયા રાજ્યના રાજાઓએ ઝાંસી પર આક્રમણ કરી દીધું. રાણીએ સફળતા પૂર્વક એ આક્રમણ નિષ્ફળ બનાવ્યું. 1858ના જાન્યુઆરીમાં અંગ્રેજોના લશ્કરે ઝાંસી તરફ કૂચ કરી અને માર્ચમાં શહેરને ઘેરી લીધું. બે અઠવાડીયાની લડાઈ બાદ અંગ્રેજોએ ઝાંસી પર કબ્જો કરી લીધો. રાણી દામોદર રાવ સાથે અંગ્રેજોથી ભાગવામા સફળ રહી. રાણી ઝાંસીથી ભાગીને કાલપી પહોંચી અને તાત્યા ટોપેને મળી. તાત્યા ટોપે અને રાણીની સંયુક્ત સેનાઓએ ગ્વાલિયરના વિદ્રોહી સૈનિકોની મદદથી ગ્વાલિયરના એક કિલ્લા પર કબ્જો કરી લીધો. 17 જૂન 1858ના રોજ ગ્વાલિયર પાસે કોટા-કી-સરાયમાં અંગ્રેજો સામે લડતા લડતા રાણી લક્ષ્મીબાઈ શહિદ થયા.લડાઈના રિપોર્ટમાં બ્રિટીશ જનરલ હ્યુરોજે લખ્યું કે રાણી લક્ષ્મીબાઈ પોતાની "સુંદરતા, ચાલાકી અને દ્રઢતા માટે ઉલ્લેખનિય" અને "વિદ્રોહિ નેતાઓમાં સૌથી ખતરનાક" હતી. 

રાણી લક્ષ્મીબાઈના એવા રહસ્યો જેનાથી તમે કદાચ અજાણ હશો
14 માર્ચ 1857થી આંઠ દિવસ સુધી રાણીના કિલ્લામાંથી તોપો આગ ઓકતી રહી. અંગ્રેજ સેનાપતિ હ્યુરોજ લક્ષ્મીબાઈનું ચંડી સ્વરૂપ અને કિલ્લેબંધી જોઈને દંગ રહી ગયો.રણચંડી બનેલી રાણી પીઠ પર દત્તક પૂત્ર દામોદર રાવને બાંધીને ભયંકર યુધ્ધ કરતી રહી. ઝાંસીની નજીવી સેનાએ રાણીને સલાહ આપી કે તેઓ કાલપી તરફ નીકળી જાય. ઝલકારી બાઈ અને મુંદર સખીઓએ પણ રણભુમીમાં ખૂબ કૌવત બતાવ્યું. પોતાના ચાર-પાંચ વિશ્વાસુ ઘોડેસવારોને લઈને રાણી કાલપી તરફ આગળ વધી. કેપ્ટન વોકરે તેમનો પીછો કર્યો અને તેમને ઘાયલ કરી દીધા.
રાણી લક્ષ્મીબાઈના એવા રહસ્યો જેનાથી તમે કદાચ અજાણ હશો
22મે 1857ના રોજ ક્રાતિકારીઓએ કાલપી છોડી ગ્વાલિયર જવું પડ્યું. 17 જૂને ફરી યુધ્ધ થયુ. રાણીના ભયંકર પ્રહારો સામે અંગ્રેજોએ પીછેહઠ કરવી પડી. મહારાણીનો વિજય થયો, પણ 18 જૂને સ્વયં હ્યુરોજે યુધ્ધમાં જપંલાવ્યું. લક્ષ્મીબાઈએ દામોદર રાવને રામચંદ્ર દેશમુખને સોંપી દીધો. રાણીનો ઘોડો સોનરેખા નાળાને પાર ન કરી શક્યો. ત્યારે જ એક સૈનિકે પાછળથી રાણી પર તલવારનો એવો ઘા કર્યો કે તેમના માથાનો જમણો ભાગ કપાઈ ગયો અને આંખ બહાર નીકળી આવી. ઘાયલ થયા બાદ પણ રાણીએ તે અંગ્રેજને પતાવી નાખ્યો અને પોતાના પ્રાણ ત્યાગી દીધા. 18 જૂન, 1858ના રોજ બાબા ગંગાદાસની ઝુંપડી કે જ્યાં રાણીએ શ્વાસ છોડ્યા ત્યાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

'' મરદો  સમી એ માનુની પણ હતી અમ હિન્દુસ્તાન માં !

''અમ દેશ ની એ આર્ય રમણી આજ અમર છે ઈતિહાસ માં  !

જય માતાજી 

હસું ગઢવી 

જશોદાનગર  

 

 


No comments:

Post a Comment