મારા બીજા બ્લોગ્સ જોવા માટે (હસમુખ ગઢવી )નામની ઉપર ક્લિક કરો

આપનો અભિપ્રાય મને કોમેન્ટ બોક્ષ માં આપજો જય માતાજી

HASMUKH B GADHAVI AHMEDABAD ( GUJARAT)

JASHODANAGAR 9158880792

Saturday 19 May 2012

ઉર્મીઓ ના ઉમળકા


 પહેલા ગઢવી સમાજ ને હસમુખ ગઢવી ના જય માતાજી  તથા મારા બ્લોગર મિત્રો ને પણ જાજા હેત થી જય માતાજીની 

 જીવન માં ગણું એવું છે કે આપણે નથી જાણતાં કારણ કે તે ક્યારેય નથી જોયું કે નથી સાંભળ્યું 
આપણે એજ સ્વીકારી એ છીએ કે જે આપણે જોયું અને સાંભળ્યું છે 
હમેશા કઇક નવું જાણવાની કોશીસ કરવી જોઈએ જેથી આપણને મહા જ્ઞાન ની પ્રાપ્તિ થાય દિવ્ય દ્રષ્ટી રાખવી જોઈએ 

                                                મને ગમતું રાધાજી નું આ કાવ્ય 

દ્વારકામાં કોઇ તને પૂછશે કે, કાન ! ગોકુળમાં કોણહતી રાધા? તો શું જવાબ દૈશ, માધા?….
તારું તે નામ તને યાદે નો’તું તે દિ’ રાધાનું નામ હતું હોઠે, ઠકરાણાં પટરાણાં કેટલાંય હતાં, તોયે રાધા રમતી’તી સાત કોઠે. રાધાવિણ વાંસળીનાં વેણ નહીં વાગે આવા તે સોગન શીદ ખાધા? તો શું જવાબ દૈશ, માધા?…
રાધાનાં પગલાંમાં વાયું વનરાવન, તું કાજળ બનીને શીદ ઝૂલ્યો? રાધાના એક એક શ્વાસ તણે ટોડલે
તું આષાઢી મોર બની ફૂલ્યો, ઇ રાધા ને વાંસળી.આઘાં પડી ગયાં, આવા તે શું પડયાં વાંધા? તો શું જવાબ દૈશ,માધા?…
ઘડીકમાં ગોકુળ, ઘડીકમાં વનરાવન, ઘડીકમાં મથુરાના મ્હેલ, ઘડીકમાં રાધા ને ઘડીકમાં ગોપીયું, ઘડીકમાં કુબજાના ખેલ,કાન ! હેતપ્રીતમાં ન હોય રાજખટપટના ખેલ,કાન ! સ્નેહમાં તે હોય આવા સાંધા? તો શું જવાબ દૈશ, માધા?…
ગોકુળ, વનરાવન, મથુરા ને દ્વારકા, ઇ તો મારા અંગ ઉપર પેરવાના વાઘા, રાજીપો હોય તો અંગ ઉપર રાખીએ, નહીંતર રાખું એને આઘા.. સઘળો સંસાર મારો સોળે શણગાર, મારા અંતરનો આતમ છે રાધા…. કોઇ મને પૂછશો, કોણ હતી રાધા…. કોઇ મને પૂછશો મા,કોણ હતી રાધા

                                                માં એ માં બીજા વગડાના વા 


મા વિષેની એક કવિતા—બરકત વીરાણી ‘બેફામ’
ઇશ્વર જેવો કોઇ મહાન કલાકાર નથી–
એ માનવીને સર્જે છે, પણ માનવીની નીચે પોતાનું નામ નથી લખતો;
અને લખે છે ત્યારે માતાનું નામ લખે છે.
પણ માતાય ઇશ્વરની મહાનતાનું પ્રતીક છે–
એ બાળકને એના પિતાનું નામ આપી દે છે.
મા ઉદરમાં નવ મહિના
એના બાળકનો ભાર વેઠે છે…
માત્ર એ નવ મહિનાનો બદલો આપવા
ધારું તોય મારા નેવું વરસ પણૅ કંઇ વિસાતમાં નથી.







  Facebook પર Share અને Like પણ કરી શકો છો.

1 comment:

  1. bhaio mane je aavde a lakhyu che bhul chuk levi dvi
    agar upar na lekh ma kaik bhul hoy to mane jarur comment aapjo aapno abhar hasmukh gadhavi na jay mataji 9158880792

    ReplyDelete