મારા બીજા બ્લોગ્સ જોવા માટે (હસમુખ ગઢવી )નામની ઉપર ક્લિક કરો

આપનો અભિપ્રાય મને કોમેન્ટ બોક્ષ માં આપજો જય માતાજી

HASMUKH B GADHAVI AHMEDABAD ( GUJARAT)

JASHODANAGAR 9158880792

Saturday 1 September 2012

ઈન્સાનિયત એક ઇન્સાન કી


 


મેહમુદ એહમદીનેજાદની જીવનશૈલી જોઈ આપણા નેતાઓ પર ફિટકાર ઉદભવી શકે 
( આ કોઈ વ્યક્તિ ગત નથી પણ સમાજ ને સમજવા જેવી વાત છે અને સ્વતંત્ર ભારત માં 
સ્વરાજ ની વાત છે ઊંડે ઊંડે એક આશ છે કે ક્યારેક તો ભારત આઝાદ થશે ભ્રષ્ટ્ર નેતાઓ ની ચુન્ગાલ માંથી જાગો યુવાન જાગો ...................હસમુખ ગઢવી )

વિશ્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની દુશ્મનાવટ એ કોઈ નવી વાત નથી. ઈરાન પર અણુ બોમ્બ બનાવવાનો આરોપ લગાવી જગત જમાદાર અમેરિકા વિશ્વ આખામાં ચિંતા ઉપજાવે છે અને સાથે જ ઈરાનને ડારવા ન્હોર પણ બતાવે છે. ઈરાનને ડારવા ક્યારેક ઈઝરાયેલને આગળ કરે છે તો ક્યારે આરબ રાષ્ટ્રો અને મુસ્લિમ દેશો વચ્ચે ઈરાનને એકલું પાડી દે છે. તેમ છતાં પણ ઈરાન અમેરિકાની ધમકીઓની પરવાહ કર્યા વીના અમેરિકા સામે ‘ઉભું’ રહે છે.

ઈરાન દ્વારા આવ પગલા ભરાતા ચોક્કસ એક પ્રશ્ન થાય કે આખરે અમેરિકા સામે આંખ કાઢવાના તેવર ઈરાનમાં ક્યાંથી આવતા હશે. ઈરાનની બાબતમાં થોડા અંદર ઉતરતા માલુમ પડશે કે ઈરાનની આ શક્તિ પાછળ મુખ્ય પરિબળ છે ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મેહમુદ એહમદીનેજાદ. એહમદીનેજાદ એ જ વ્યક્તિ છે જે ખરા અર્થમાં ઈરાનને આર્થિક અને સામરિક શક્તિ બનાવવાના પ્રયાસમાં લાગ્યા છે. આ એ જ વ્યક્તિ છે જેની ધમકીને અમેરિકા માત્ર ધમકી રૂપે જ નહીં, પરંતુ ચેતાવણી રૂપે પણ કાને ધરે છે.

ઈરાનના રાષ્ટ્રપ્રમુખ એહમદીનેજાદ વિશે દુનિયા ઘણું જ ઓછું જાણે છે. અને જે જાણે છે તેમા પશ્ચિમી મીડિયાનો વધુ પડતો પ્રભાવ જોવા મળે છે. ત્યારે દિવ્યભાસ્કર.કોમ પોતાના વાંચકો માટે ઈરાનના રાષ્ટ્રપ્રમુખના જીવનમાં ડોકિયું કરવા પ્રયાસ કરી રહ્યું છે.
અમેરિકાને આંખો કાઢતા ઈરાનના પ્રમુખ જીવે છે ફકીર કરતા પણ સાદું જીવન
આજે પણ મોટા ભાગે ઈરાને અને ગલ્ફના રાષ્ટ્રો તેમજ મીડલ ઈસ્ટના રાષ્ટ્રો વચ્ચેનો તફાવત જૂજ લોકો માત્રને હોય છે. અને તેના લીધે જ, ઈરાનના રાષ્ટ્રપ્રમુખની કેવી જિંદગી જીવતા હશે તેવો પ્રશ્ન ઉપસ્થિત થાય તો સીધો જ ખ્યાલ એવો આવે કે, આરબ સુલતાનો અને સરમુખત્યારોની જીવનશૈલીથી એહમદીનેજાદની જીવનશૈલી ખાસ અલગ નહીં હોય. પરંતુ દુનિયા અહીં ભૂલ કરી બેસે છે. એહમદીનેજાદ એટલું સાદું જીનન જીવે છે કે, આપને જાણીને આશ્ચર્ય થઈ જશે. એહમદીનેજાદ પોતાની જાતના ઈરાનના સેવક ગણાવે છે. અને તેઓ માને છે કે, સેવકે રાજાની જેમ ન જીવવું જોઈએ. એહમદીનેજાદે જ્યારે રાષ્ટ્રપ્રમુખ બની પ્રથમ વખત પોતાના કાર્યાલયમાં પ્રવેશ્યા ત્યારે કાર્યાલયનો વૈભવ જોઈ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. વિશ્વમાં જેની ભારે માંગ રહેલી છે તેવા બેશકીંમતી ઈરાનીય ગાલીચાઓથી કાર્યાલય સજાવવામાં આવ્યું હતું. એહમદીનેજાદે કાર્યાલયમાં પ્રવેશતા જ આ બધા ગાલીચાઓને બહાર કાઢી તેને તેહરાન ખાતેની એક મસ્જિદને દાન કરી દીધા. અને તેની જગ્યાએ સાવ સામાન્ય ગાલિચાઓ ઓફિસમાં ગોઠવી દીધા.

અમેરિકાને આંખો કાઢતા ઈરાનના પ્રમુખ જીવે છે ફકીર કરતા પણ સાદું જીવન
ભારતીય નેતાઓની કોઈ શહેનશાહને પણ ઈર્ષા જન્માવે તેવા તગડા બેંક બેલન્સ અંગે જાણીને જો આપનો જીવ બળી ઉઠતો હોય તો જાણી લો કે ઈરાનના આ રાષ્ટ્રપ્રમુખની સંપંતીમાં 1977ના મોડલની પ્યૂજો 504 મોટરકાર, અને એક ઝીરો બેંક બેલેન્ડ એકાઉન્ટનો જ સમાવેશ થાય છે. જેમાં હાલમાં 250 અમેરિક ડૉલર જેટલી સંપતિ ધરાવે છે. આ આવક પણ તેમને અહીંની યુનિવર્સિટીમાં લેકચર આપવા માટેનાના વળતર તરીકે મળે છે.એટલું જ નહીં, તેઓ ઈરાનના સૌથી શક્તિશાળી વ્યક્તિ હોવા છતા પણ આજે પણ તહેરાનના અતી ગરીબ વિસ્તારમાં એક સાવ સામાન્ય ઘર ધરાવે છે. આ ઘર તેમના પિતાએ બનાવ્યું હતું. આપને સૌથી વધું આશ્ચર્ય તો એ થશે કે વિશ્વમાં માથાભારે માનવી તરીકે પંકાયેલા ઈરાનના આ રાષ્ટ્રપ્રમુખ આ જ ગરીબ વિસ્તારમાં પોતાના કુટુંબિક ઘરમાં જ રહે છે. વિશ્વનેતાઓ જ્યારે કરોડો અરબોમાં મ્હાલે છે ત્યારે ઈરાનના આ રાષ્ટ્રપ્રમુખે પ્રમુખ તરીકેનો પોતાનો પગાર લેવાની પણ મનાઈ કરી છે. તેઓ પોતાની જાતને ઈરાનના સેવક ગણાવે છે અને સેવાનું વળતર ન હોવું જોઈએ એમ આ રાષ્ટ્રપ્રમુખનું માનવું છે.
અમેરિકાને આંખો કાઢતા ઈરાનના પ્રમુખ જીવે છે ફકીર કરતા પણ સાદું જીવન
પોતાના કાર્યકાળ દરમિયાન ઈરાનના આ પ્રમુખે અનુભવ્યુ કે પ્રમુખ કાર્યાલય દ્વારા વીઆઈપી મહેમાનોનું સ્વાગત કરવા ઘણી વખત ત્રેવડ કરતા વધું ખર્ચાઓ કરવામાં આવે છે. તેમણે તુંરજ જ આ ખર્ચાળ પ્રથા બંધ કરાવી દીધી અને પોતાના કાર્યાલય સહિત વીઆઈઓ સગવડો માટેના સાવ સામાન્ય ઓરડાઓમાં પરિવર્તિત કરાવી દીધી. મંત્રીઓ અને અધિકારીઓ પર અંકુશ રાખતા એહમદીનેજાદ દ્વારા આદેશ જાહેર કરવામાં આવ્યો કે, તેઓએ પણ બને ત્યાં સુધી સાવ સાદું જીવન જીવવું પડશે. નેજાદ ભ્રષ્ટાચારના સખત વિરોધી છે આથી તેમણે પોતાના તંત્રમાં ભ્રષ્ટ્રાચાર રોકવા સખત નિયમો જાહેર કર્યા છે. જે અંતર્ગત મંત્રીઓ અને અધિકારીઓ જ નહીં, તેમના સગાસબંધીઓ પર, તેમના એકાઉન્ટ પર ખાસ નજર રાખવામાં આવ છે. 
અમેરિકાને આંખો કાઢતા ઈરાનના પ્રમુખ જીવે છે ફકીર કરતા પણ સાદું જીવન
રાષ્ટ્રપ્રમુખ એમહમદીનેજાદ જ્યારે પોતાના કાર્યાલય આવે છે ત્યારે તેમની સાથે તેમની કેટલીક મહત્વપૂર્ણ ફાઈલ્સ સાથેનું એક બેગ હોય છે. અને આ બેગમાં દરરોજ પોતાનો નાસ્તો સાથે લાવે છે. જેમાં ક્યારેક સેન્ડવીચ હોય છે તો ક્યારે બ્રેડ અને ઓલિવ ઓઈલ સાથે ચીઝ પણ હોય છે. પોતાની પત્ની દ્વારા બનાવાયેલા આ નાસ્તો એમદીનેજાદ ભારે લુત્ફ ઉઠાવતા આરોગે છે. એહમદીનેજાદે રાષ્ટ્રપ્રમુખના મેનેજરના કાર્યાલયને પણ બંધ કરાવી દીધું છે. આમ કરવાથી હવે તેમને કોઈ પણ જાતની પૂર્વ મંજરી વગર મળી શકાય છે. રાષ્ટ્રપ્રમુખ ગમે ત્યાં જાય ત્યાં તેમના સ્વાગત માટે રેડ કાર્ટેપ સેરેમની, ફોટો સેશન, ફોટો સેશન જેવા કાર્યક્રમો યોજાતા હોય છે. પરંતુ એહમદીનેજાદે ખોટા ખર્ચાઓ અને પરંપરાઓ ત્યજવા આ પ્રથાઓ સાવ બંધ કરાવી દીધી છે. નેજાદ ગમે ત્યાં જાય ત્યાં એક સામાન્ય માણસની માફક જ જાય છે.
અમેરિકાને આંખો કાઢતા ઈરાનના પ્રમુખ જીવે છે ફકીર કરતા પણ સાદું જીવન
વિશ્વના પ્રમુખો પોતાના હવાઈ સફરના શોખ સંતોષવા માટે વિમાનોનો એક આખો કાફલો વસાવતા હોય છે. જોકે, એહમદીનેજાદ આ લોકોની જમાતમાં જુદી જાતીના છે. તેમણે પોતાના ખાસ વિમાનને બદલે સામાન્ય પ્રવાસી વિમાનના ઈકોનોમિક ક્લાસમાં જ નેજાદ હવાઈ સફર કરે છે. અને આ રીતે તે રાષ્ટ્રનો ખોટો ખર્ચો બચાવવા પ્રયાસ કરે છે. એમહદીનેજાદ કોઈ હોટેલમાં રોકાય છે ત્યારે તે હોટેલને ખાસ સુચના આપવામાં આવે છે કે રાષ્ટ્રપ્રમુખને ફાળવવામાં આવનારા ઓરડો સાવ સાદો હોય તેમજ ખોઈ ખાસ બેડની સુવિધા વગરનો હોય. કારણ કે ઈરાનના આ રાષ્ટ્રપ્રમુખને ભવ્ય બેડ પર ઉંઘ નથી આવતી. તેઓ જમીન પર એક સાદી કાર્પેટ પાથરી આરામથી સુઈ જાય છે. એહમદીનેજાદને એક પત્રકાર દ્વારા એક વખત પ્રશ્ન પુછાયો હતો કે, તમે આટલા શક્તિશાળી રાષ્ટ્રના પ્રમુખ છો તો જ્યારે સવારે દર્પણમાં જુઓ છો ત્યારે શું અનુભવો છો? ઈરાનના આ રાષ્ટ્રપ્રમુખના શબ્દો હતા કે “હૂં અરિસામાં દેખાતી વ્યક્તિને કહું છું કે તું ઈરાનનો એક સેવક માત્ર છે. ઈરાનની સેવા કરવા માટે તારા પર જવાબદારીઓનો ભારે બોજો છે”
ભારત જેવા ગરીબ દેશના રાજનેતાઓ અને સેલીબ્રીટીઝ લોકોએ ઈરાનના રાષ્ટ્રપ્રમુખનાં જીવન પદ્ધતિ ઉપરથી સબક લેવો જોઈએ. હા, ભારતમાં રાજનેતાઓના જીવનની સલામતીનો ખતરો હોય છે તેથી એટલું સાદું જીવન જીવવું મુશ્કેલ પણ છે  કારણ કે પોતાના વોટ માટે બીજાનું અહિત કર્યું હોય કરોડો રૂપિયાના કૌભાંડો કર્યા  હોય  બેનામી સંપતિ હોય  પોતાના હુકુમત થી લોકોને છેતર્યા હોય અને ધર્મ ના નામ ઉપર નિર્દોષ લોકોને માર્યા હોય એમને આવી મીઠી ઉંઘ ક્યાંથી આવે અરે એ મારે ત્યારે જીવડાઓ પણ એમના શરીર માં પડતા પહેલા વિચાર કરે કારણ કે એમ્નુય જીવન આજના નિર્દય નેતાઓથી સારું હોય છે 
હવે દેશને સુભાસ ચંદ્ર બોસ ગાંધીજી અને સરદાર પટેલ  અને સ્વામી વિવેકાનંદ ની જરૂર છે આપણે આશા રાખીએ કે મહાન ભારત માંથી કોઈક તો સુરવીર વીરલો મળશે જે દેશની કયા બદલશે જેનું દુનિયામાં ગૌરવ લઇ શકીશું જય માતાજી હસું ગઢવી ના જય હિન્દ। . 

No comments:

Post a Comment