મારા બીજા બ્લોગ્સ જોવા માટે (હસમુખ ગઢવી )નામની ઉપર ક્લિક કરો

આપનો અભિપ્રાય મને કોમેન્ટ બોક્ષ માં આપજો જય માતાજી

HASMUKH B GADHAVI AHMEDABAD ( GUJARAT)

JASHODANAGAR 9158880792

Thursday 6 September 2012

પ્રેમ નું વહેમ

સંબંધતો પ્રેમનો થવા ...


સંબંતો પ્રેનો વા.
.. સંબંધ તો પ્રેમનો થવા સંજોગ જોઇએ,
સાચું પૂછો તો ભાગ્યમાં કોઇ યોગ જોઇએ!
એમ સમજાશે નહીં કિંમત શી મિલનની,
રામ-સીતાના જેવો વિરહ ને વિયોગ જોઇએ!
કષ્ટ વિના સાધના ફળતી નથી કદી,
શીલાની અહલ્યા થવાં કોઇ સંયોગ જોઇએ!
કર્મનાં કાજળ ન ગંગાજળથી ધોવાતાં,

જીવનમાં સત્યનાં સદા પ્રયોગ જોઇએ!
યુધ્ધમાં તલવાર તો કોઇની સગી નથી
મિત્ર યા શત્રુ સહુનો ભોગ જોઇએ!પામવાં મૃત્યુ 'રવિ' આખરમાં કુદરતી, જેની દવા મળે નહીં એ રોગ જોઇએ!

નિષ્કા દિલે કા દા

નિષ્કામ દિલે કર કામ સદા, વિવાદ જગતને કરવા દે...
ભૂલી તારા સદગુણ ને અવગુણ યાદ જગતને કરવા દે...
તું માનવ થૈ ને માનવતાનો મંત્ર સહુને દેતો જા,
તારા વાજીંતરના સૂરનો રસસ્વાદ જગતને કરવા દે..
મનના મ્હાસાગરનાં મોતીની માળા તું સહુને દેજે,
એના બદલામાં પથ્થરનો વરસાદ જગતને કરવા દે..
જગની ઉન્નત ઇમારતનો મૂંગો પથ્થર એકાદ થજે,
અન્યાય મળે તું ને તોયે ફરીયાદ જગતને કરવા દે..
જનતા જ્યારે નિર્જનતામાં ઝંખે વાણીની સરવાણી,
તારા ઉરના સંવાદ ‘રવિ’ અનુવાદ જગતને કરવા દે.


વાડ વિના ના ચડતો વેલોવાડ વિના ના ચડતો વેલો
હોય કૂવામાં પાણી ત્યારે જાય હવાડે રેલો....

પર્વતના શિખરનો પથ્થર શોભે છે ધરતીથી,
મધદરિયાનું મોજું પામે કિનારો ભરતીથી
સાહસને સહકાર મળેતો સફળ થાય હારેલો...વાડ વિના
ક્યાંથી તપતો હોત સૂરજ, જો દિશા ન હોત ઉગમણી
ક્યાંથી સીંચત શશીસુધા, જો હોત ન રજની રમણી
મોતી પણ લાખોનું થયું, મરજીવો જ્યારે મથેલો...વાડ વિના
પા પગલી શીખવે મા ત્યારે બાળક ભરતો કૂદકો
નાનીશી ચીનગારી હોય તો, થાતો મોટો ભડકો
સાચો ગુરુ મળે તો, ભવ-જળ પાર ઉતરતો ચેલો...વાડ વિના



હો તામાં બૂરી...

હો સફળતામાં સબૂરી, સાધના અધૂરી ન હો !
થાય કે ના થાય સારું, ભાવના બૂરી ન હો...!
જીન્દગીના લાખ ઝંઝાવાતના આઘાત શા !
હિંમતે મરદા થવામાં લેશ, મજબૂરી ન હો.. !
હરકાર્યમાં એવી લગન હો, જે ટકે આખર સુધી
અંત પહેલાં શ્રાંત ને, આરંભમાંજ શૂરી ન હો.. !
જન્મથી મૃત્યુ લગી લાંબી સફર એ જીન્દગી !
ખ્યાલો મહીં ખોવાય એ હકીકતની મગરૂરી ન હો.. !
રંગ બદલે માનવી કૈં કૈં જમાના સંગમાં !
નિર્લેપ હો જળકમળવત, કો’ અસર આસૂરી ન હો... !
હર પતનમાં હો ઉન્નતિ, પ્રસ્થાન પીછેહઠ મહીં
સોપાન સતનું એક બસ, મંજીલ ભલે પૂરી ન હો... !
સત્કર્મનાં બી વાવજે, છો ને મળે ફળ અન્યને
પ્રારબ્ધથી કો’ નહીં લૂંટે, પ્રભુની જો મંજૂરી ન હો... !
સ્નેહી મટીને સ્વજન, દુ:શ્મન થાય તો યે શું ‘રવિ’ !
હર વૃક્ષમાં ચંદન નથી, હર મૃગમાં કસ્તૂરી ન હો ... !

જેને કોઈ વ્યથા નથી, એની કથા નથી.

જેને કોઈ વ્યથા નથી, એની કથા નથી.
કોણ છે અહી જે, જિંદગીથી ખફા નથી.
ઓળખાણ આંખની,નામ આપ્યું સંબંધ ?
પ્રેમ નહીં એ વહેમ છે, જેમાં વફા નથી.
અવરજવર શ્વાસની,બોદી બોદી ધડકનો.
ખાના બધા ખાલી,સુખ નામે  જમા નથી.
દુખ, દર્દ, પીડા, ઉદાસી, આંસુ, તકલીફો,
પ્રભો, હજુ તારા દિલમાં “ખમ્મા” નથી ?

જીવવાના વહેમમાં જીવું છું,

જીવવાના વહેમમાં જીવું છું,
રોજ પુછાતા કેમમાં જીવું છું.
કશું નથી વ્યવસ્થિત અહી,
છે બધુંજ  જેમતેમ, જીવું છું.
છે આકાશી રોજી જેવો સાવ,
એ આભાસી પ્રેમમાં જીવું છું.
મેંજ બાંધેલી ભીંત પર આજ,
એક નાનકડી ફ્રેમમાં જીવું છું.
હસું બી ગઢવી  



No comments:

Post a Comment