એક ઉંઘણશી ભીખારીની ભીખ માંગવાની પરાકાષ્ટા
'' મહેરબાની કરીને, સિક્કા ફેંકતી વખતે અથવા તો નોટની ઓફર કરતી વખતે અવાજ કરવો ન
હીં...''
ચીમનની પત્નીને લઇને ભાગી ગયો ટ્રક ડ્રાઇવર
ચીમનઃ એક ટ્રક ડ્રાઇવર મારી પત્નીને લઇને ભાગી ગયો હતો, દરેક વખતે એવું લાગે છે કે, તે મારી પત્નીને પાછી મુકવા આવી રહ્યો છે
ભુરા માટે મા-બાપ નહીં પત્ની મહત્વની
જેલરઃ ફાંસી પહેલાં તું કોઇને મળવા માંગે છે?
ભુરોઃ હાં, મારી પત્નીને
જેલરઃ કેમ, માતા-પિતાને નહીં મળે?
ભુરોઃ માતા-પિતા તો આવતો જન્મ થતાંની સાથે જ મળવાનાં છે, પત્ની માટે 21 વર્ષ રાહ જોવી પડશે.
લફરેબાજ યુવકની નવાનિશાળિયાઓને સલાહ
જુઓ મિત્રો બે પ્રકારના લોકો
જે છોકરી પાછળ હું પડ્યો હોવ તેમાં ક્યારેય પ્રયત્ન ના કરતાં
કારણ કે,
એ તમારાથી ક્યારેય નહીં પટે
અને બીજુ
એ છોકરીને ક્યારેય ના પટાવતાં જેની પાછળ હું ના લાગ્યો હોવ
કારણ કે,
જે મારાથી નહીં પટે એ તમારા કોઇથી તો નહીં જ પટે....
પપ્પુએ મિત્રોને જણાવ્યો કાલમુઆહનો અર્થ
પપ્પુઃ સાંભળો, જો હું તેને ફોન પર એમ કહું કે મુઆહ... તો સમજવું કે હું તને આજે કીસ કરીશ..
અને
તેને ફોન પર એમ કહું કે કલમુઆહ.... તો સમજવું કે હું તને વચન આપું છું કે હું કાલે પણ તને કીસ કરીશ.
અરીસા સામે ઉભેલી એ વ્યક્તિ કોણ?
કલાકો વિચાર્યા બાદ પપ્પુ બોલ્યો,'' અરે યાર, આ તો એ જ વ્યક્તિ છે જે મારી પત્ની સાથે પરણ્યો છે.''
આપણે પાણી શા માટે પીએ છીએ?
શિક્ષકઃ આપણે પાણી શા માટે પીએ છીએ?
ભુરોઃ કારણ કે, સાહેબ આપણે તેને ખાઇ શકતા નથી.
પતિનો એક જવાબ ને પત્નીનું ઉતરી ગયું મોઢું
પત્નીઃ તમે શા માટે તમારા મિત્રને સલાહ ના આપી કે આ યુવતિ તેમની પત્ની બનવા માટે લાયક નથી?
પતિઃ કારણ કે, તેણે મારા લગ્ન વખતે મને સલાહ નહોતી આપી!
'એક થા ટાઇગર' પર સ્પેશિયલ જોક
ભુરોઃ મિત્રો, લગ્ન પહેલા પુરુષો હોય છે, 'ટાઇગર'
મિત્રોઃ લગ્ન પછી?
ભુરોઃ લગ્ન પછી, 'એક થા ટાઇગર'
પપ્પુનો ટકો ફૂટી ગયો, થઇ લોહીની ધાર
પપ્પુએ પોતાની વ્યથા સંભળાવતા કહ્યું કે, હું હાથથી પથ્થર તોડી જ રહ્યો હતો ત્યાં કોઇક બોલ્યું કે ક્યારેક તો દિમાગનો ઉપયોગ કર...
વગર ટીકીટે મુસાફરી, પેસેન્જરે ફેરવી નાંખ્યું ટીટીનું માથું
પેસેન્જરઃ ટીકીટ નથી
ટીટીઃ વગર ટીકીટે ટ્રેનમાં બેસવાની મનાઇ છે
પેસેન્જરઃ તો પછી હું ટ્રેનમાં સૂઇ જાવ છું
કેટલા પ્લેનેટ્સ છે? પપ્પુનો માથા તોડ જવાબ
શિક્ષકઃ કેટલા પ્લેનેટ્સ છે?
પપ્પુઃ માર્સ, વિનસ, જ્યુપિટર
શિક્ષકઃ ગુડ, ઓર બતાઓ?
પપ્પુઃ આમ તો બધુ સારું છે, તમે બતાવો તમારે કેમ છે?
No comments:
Post a Comment